સુરતમાં ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગને લઈને વિરોધ, સોસાયટી બહાર રસ્તા ન હોવાથી લોકો રોંગ સાઈડ જવા મજબૂર
સુરતમાં શરૂ થયેલી ટ્રાફિક સિગ્નલની સિસ્ટમથી લોકોને ઠેર ઠેર હાલાકી પડતી હોવાની બૂમ

સુરતમાં શરૂ થયેલી ટ્રાફિક સિગ્નલની સિસ્ટમથી લોકોને ઠેર ઠેર હાલાકી પડતી હોવાની બૂમ ઉઠી છે. ત્યારે પુણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો રોંગસાઈડ જવા મજબૂર બન્યા છે. જેથી સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવા અપીલ કરવામાં આવી છે.
અકસ્માત અને ઘર્ષણના બનાવ
સુરેશભાઈ સુહાગીયાએ કહ્યું કે, ટ્રાફિક સિગ્નલનો વિરોધ કરી રહ્યાં છે. આ નિયમનો અમલ કરવામાં લોકોને કોઈ સુવિધા અપાઈ નથી. સર્વિસ રોડ કે ક્રોસિંગ અપાયા નથી. જેથી લોકોના ધંધા વ્યવહાર ઠપ્પ થઈ રહ્યાં છે. અહિં મોટા પ્રમાણમાં લોકોનું રેસિડન્સ આવેલું છે. કોઈ સુવિધા ન હોવાથી રોંગ સાઈડમાં વાહનચાલકો જઈ રહ્યા હોવાથી અકસ્માત અને ઘર્ષણ સર્જાઈ રહ્યું છે. ટાઈમ મેનેજમેન્ટ સિગ્નલનું નથી જેથી લોકોને ટ્રાફિકમાં કલાકો ફસાઈ રહેવું પડે છે.
લોકોનો ફેરાવો વધ્યો
વિપુલ બુટાણીએ કહ્યું કે, અહિં મારે દુકાન છે. લોકો ફરજિયાપણે પોઈન્ટ ન હોવાની સાથે સિગ્નલ ન હોવાથી હજારો વાહનો પસાર થઈ રહ્યાં છે. પોઈન્ટ ન હોવાથી દોઢ કિલોમીટરથી વધુનો લોકોને ફેરાવો થઈ રહ્યો છે. જેથી તેઓ ફરજિયાત પણ રોંગ સાઈડમાં જઈ રહ્યાં છે. અમે ટ્રાફિકના અધિકારીઓને રજૂઆત કરી છે. ત્યારે અમારી એક જ માગ છે કે ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ આવે.








