સુરત એરપોર્ટ ખાતે પરીક્ષા ચાલકોને સ્ટેન્ડ અપાય તેવી માંગ સાથે યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન
સુરત એરપોર્ટ ખાતે રીક્ષા ચાલકોના યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ

સુરત એરપોર્ટ ખાતે રીક્ષા ચાલકોના યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી જૂની માંગણી સંતોષાય નથી. જેના કારણે શ્રમજીવી રીક્ષા ચાલકોને રોજીરોટીના પ્રશ્નો ઊભા થાય તેવી સ્થિતિ થઈ છે. જેથી રીક્ષા ચાલક એરપોર્ટ યુનિયન દ્વારા એરપોર્ટને અરજી કરી માંગણી કરવામાં આવી છે. છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી તેમ કહેવામાં આવ્યું હતું.
નિરાકરણ લાવવા માગ
સુરત એરપોર્ટ પર શ્રી સાંઈ રીક્ષા એરપોર્ટ યુનિયન દ્વારા એરપોર્ટ ઓથોરિટી સમક્ષ સ્ટેન્ડ આપવાની વર્ષો જૂની માંગણીને ફરીથી બુલંદ કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા આ માંગણી ઝડપથી સાંભળીને તેનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ધંધો કરવા દેવા માગ
મેહુલ મેહુલ ચીનીવાલાએ કહ્યું કે, હું અહીં સિક્રેટરી છું. અમે અહીં વર્ષોથી કામ કરી રહ્યા છીએ. બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. અમે તો શું એવું કર્યું નથી કે, જેના કારણે અમને બહાર કાઢી મૂકવામાં આવે અમે લોકોની સેવા કરી રહ્યા છીએ ટેક્સી વાળા વધુ ભાડું માંગે છે. જ્યારે અમે ઓછા ભાડાના સેવા આપીએ છીએ. લોકો સાથે તકરાર પણ અમે કરતા નથી. લોકોને અમે રિક્ષામાં એમની જગ્યાએ મોકલી આવીએ છીએ. અમે વસ્તુઓ પણ જમા કરાવી આપીએ છીએ. અમને અંદર પણ હવે જવા દેવામાં આવતા નથી. અમને અંદર જતા પણ પોલીસ અટકાવીને અપશબ્દ કહે છે, જેથી અમારી માંગ છે. તે અમને રિક્ષાનું પાર્કિંગ આપવામાં આવે જેથી અમે લોકોને સેવા કરી શકીએ અને અમે પણ ધંધો કરી શકીએ.








