મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે શિષ્યવૃતિમાં થતા ભેદભાવને લઈને સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાળકોને આપવ

સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે શિષ્યવૃતિમાં થતા ભેદભાવને લઈને સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મુદ્દો વિધાનસભામાં પણ વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું.

શાળા બહાર વિરોધ
   
સરકારા દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે. વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરી તમામને શિષ્યવૃત્તિ આપવા માંગ કરાઈ હતી. સુરત પાલિકાની તમામ શાળા બહાર વિરોધ કરવામાં આવ્યો હતો.

વિધાનસભામાં મુદ્દો ઉઠાવાશે

સુરત કોંગ્રેસના નેતા સુરેશ સુહાગીયાએ કહ્યું કે, નપાની સ્કૂલો સામે વિરોધ કર્યો છે. બાળકો સાથે ભેદભાવ કરાઈ રહ્યો છે. ગુજરાતમાં જ્ઞાતિવાદી, જાતિવાદની વાતો કરાઈ રહી છે. સરકારના નવા ફતવાનો વિરોધ કરાઈ રહ્યો છે. ગુજરાતી પિતાના બાળકોને જ શિષ્યવૃતિનો વિરોધ કરી રહ્યા છે. કલેકટરને આવેદન આપી સરકારને રજુઆત કરી હતી. શહેર પ્રમુખ સહિત કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વિધાનસભા વિરોધના નેતાને પણ જાણ કરશે. જેથી આવનારી વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો