મહેસાણા વિદ્યાર્થિની આપઘાત કેસમાં પોલીસ તપાસ સામે વિરોધ, ટ્રસ્ટીઓને આરોપી બનાવવાની માંગ
થોડા દિવસ અગાઉ મહેસાણામાં નજીક આવેલી મર્ચન્ટ કોલેજના હોમીઓપેથિક મેડિકલ કોલેજમાં અભ્

થોડા દિવસ અગાઉ મહેસાણામાં નજીક આવેલી મર્ચન્ટ કોલેજના હોમીઓપેથિક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય ઊર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થિનીએ પ્રોફેસરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. જેમાં પોલીસ દ્વારા 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં હવે વકીલો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
બાર એસોશીએશને રેલી યોજી પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
આ આપઘાત મામલે બાર એસોસિએશન દ્વારા મહેસાણા બાર એસોસિએશન દ્વારા આ મામલે રેલી યોજી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રિમાન્ડ માંગ્યા વગર આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા તે બાબતે એસોશીએશને સવાલ ઉઠયા હતા. તેમજ બાસણા કોલેજ બંધ કરવાની વકીલ મંડળ દ્વારા માંગ કરવામાં આવી હતી. મહેસાણા બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા કોલેજના ટ્રસ્ટીઓ સામે પણ દીકરીના મોતના જવાબદાર ગણી ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. તદ્દઉપરાંત ટ્રસ્ટીઓને આરોપીઓ તરીકે લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિદ્યાર્થિનીને ત્રાસ આપતા
આ કેસમાં DySPની તપાસમાં મૃત વિદ્યાર્થિની દ્વારા લખાયેલ 3 પેજની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. ત્રણ અલગ અલગ પેજમાં લખાયેલી સ્યુસાઇડ નોટમાં કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલ દ્વરા માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્યુસાઇડ નોટમાં કોઈ પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. આ સમગ્ર કેસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓનો કેસ ન લડવા બાર કાઉન્સિલરની અપીલ
મૃતકના પિતા બહુચરાજીમાં વકિલાતનો વ્યવસાય કરે છે. વકીલ મિત્રની દીકરીના મોતને પગલે વ્યકિલોએ આરોપીઓને કેસ ન લેવા અપીલ કરતો પત્ર લખાયો હતો. જ્યારે બીજી તરફ બાર એસોશીએશનનો આરોપીઓનો કેસ નહીં લડવા વકીલોને અપીલ કરવામાં આવી હતી.







