VIDEO: મહેસાણામાં ઘરમાં થયો ભેદી બ્લાસ્ટ, આગ લાગતાં 70 વર્ષીય વૃદ્ધા ઘાયલ
મહેસાણા જિલ્લાના દેદીયાસણ ગામે આવેલી ઊંચી શેરીમાં એક મકાનમાં બ્લાસ્ટ થયો છે. મકાનમાં
મહેસાણા જિલ્લાના દેદીયાસણ ગામે આવેલી ઊંચી શેરીમાં એક મકાનમાં બ્લાસ્ટ થયો છે. મકાનમાં બ્લાસ્ટ થવાની સાથે આગ લાગવાની ઘટના પણ બની છે. આ બ્લાસ્ટ અને આગની ઘટનામાં 70 વર્ષીય વૃદ્ધા ઘાયલ થઈ છે. મકાનમાં ભેદી બ્લાસ્ટથી મકાન આખું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. મકાનમાં દરવાજા સુધીના ચીંથરા ઉડી ગયા છે.
આ પણ વાંચોઃ પાટણ: સિદ્ધપુર GIDCમાંથી ઝડપાયું નકલી ઘી અને તેલ, ફૂડ વિભાગે લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત
મહેસાણામાં દેદિયાસણ ખાતે બ્લાસ્ટ શેના કારણે થયો એ મોટો સવાલ છે. હાલમાં ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. ફાયર ટીમે તપાસ કરતા ગેસનો બાટલો ભરેલો મળ્યો છે. ઘરમાં બ્લાસ્ટ શેના કારણે થયો એ તપાસનો વિષય બન્યો છે. જણાવી દઈએ કે, મહેસાણા મનપા ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લેતાં આગ વધુ ફેલાવાની સમસ્યા ટળી છે. સાથે અન્ય નુકસાન અટક્યું છે.




