મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: સિદ્ધપુર GIDCમાંથી ઝડપાયું નકલી ઘી અને તેલ, ફૂડ વિભાગે લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત

પાટણની સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગના દરોડામાં શંકાસ્પદ ઘી અને તેલનો વિપુલ માત્

પાટણ: સિદ્ધપુર GIDCમાંથી ઝડપાયું નકલી ઘી અને તેલ, ફૂડ વિભાગે લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત

પાટણની સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગના દરોડામાં  શંકાસ્પદ ઘી અને તેલનો વિપુલ માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. GIDCમાં આવેલી મેટ્રો ઓઇલ મિલમાં  SOG અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. SOG અને ફૂડ વિભાગને બાતમી મળી હતી કે આ ફેક્ટરીમાં ભેળસેળવાળું  ઘી અને તેલ  બનાવવામાં આવે છે.

 કુલ 9 લાખ 81 હજારનો જથ્થો સીઝ કર્યો 

આ બાતમીના આધારે SOG અને ફૂડ વિભાગે  દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન ફૂડ વિભાગે અલગ અલગ બ્રાન્ડના 8 હજાર 219 કિલો તેલનો કુલ 9 લાખ 81 હજારનો જથ્થો સીઝ કર્યો છે. તેલમાં મિલાવટ કરવા માટેનું વિટામીન આ અને વિટામિન D નું કન્સ્ટ્રનટ્રેડ લિક્વિડ પણ મળી આવ્યું હતું.

આ સમાચાર શેર કરો