મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા વિદ્યાર્થિની આપઘાત કેસ: પોલીસ તપાસમાં ત્રણ પેજની મળી સ્યુસાઇડ નોટ, પ્રોફેસરોની થઈ ધરપકડ

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ક્યાંક ભણતરના ભારે તો ક્યાંક તેમના ઉપર અપાતાં ભણતરના

મહેસાણા વિદ્યાર્થિની આપઘાત કેસ: પોલીસ તપાસમાં ત્રણ પેજની મળી સ્યુસાઇડ નોટ, પ્રોફેસરોની થઈ ધરપકડ

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ક્યાંક ભણતરના ભારે તો ક્યાંક તેમના ઉપર અપાતાં ભણતરના પ્રેશરના કારણે પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. જેના વધતાં આંકડા ખૂબ જ ચિંતાજનક છે. આમાં પણ કેટલીક ઘટનાઓ એવી છે જેમાં શાળા અને કોલેજના શિક્ષક કે પરફેસર જાહેરમાં અપમાનિત કરી હેરાન પરેશાન કરતાં હોય છે. તેવામાં મહેસાણામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

કોલેજની હોસ્ટેલમાં જ વિદ્યાર્થિની ગળેફાંસો ખાધો

મહેસાણાના બાસણા નજીક આવેલી મર્ચન્ટ કોલેજના હોમીઓપેથિક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીનીએ પ્રોફેસરોના ત્રાસથી આપઘાત કરતાં ચકચાર મચી જબવા પામ્યો હતો. સુરેન્દ્રનગરના નગવાડા ગામની આ વિદ્યાર્થીનીએ પોતાની હોસ્ટેલના રૂમનંબર B/212માં પંખાથી લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

મૃતકના પિતાએ કોલેજના પ્રોફેસર સામે નોંધાવી ફરિયાદ 

કોલેજને જાણ થતાં વિદ્યાર્થિનીને હોસ્પિટલની એમ્બ્યુલન્સ વાનમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં અખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પરિવારને જાણ કરાતા પરિવાર મહેસાણા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જ્યાં દીકરીને મૃત હાલતમાં જોઈ સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મૃતકના પિતાએ ચાર પ્રોફેસર સામે પોલીસ ફરિયાદ નોંધાવી કહ્યું, તેમના દ્વારા તેને માનસિક અને શારિરીક રીતે પરેશાન કરવામાં આવતી હતી.

મૃતક વિદ્યાર્થિનીનીને કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલ ત્રાસ આપતા

આ કેસમાં DySPની તપાસમાં મૃત વિદ્યાર્થિની દ્વારા લખાયેલ 3 પેજની સ્યુસાઇડ નોટ મળી આવી છે. ત્રણ અલગ અલગ પેજમાં લખાયેલી સ્યુસાઇડ નોટમાં કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલ દ્વરા માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ સ્યુસાઇડ નોટમાં કોઈ પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.આ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓનો કેસ ન

લડવા બાર કાઉન્સિલરની અપીલ

મૃતકના પિતા બહુચરાજીમાં વકિલાતનો વ્યવસાય કરે છે. વકીલ મિત્રની દીકરીના મોતને પગલે વ્યકિલોએ આરોપીઓને કેસ ન લેવા અપીલ કરતો પત્ર લખાયો. જ્યારે બીજી તરફ બાર એસોશીએશનનો આરોપીઓનો કેસ નહીં લડવા વકીલોને અપીલ કરવામાં આવી છે. હાલ આ ઘટના  બાદ કોલેજમાં માત્ર ત્રણ મહિલા પ્રોફેસરો જ રહ્યા છે, કોલેજનો હોમીઓપેથી વિભાગ બંધ રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસને પણ અસર થઈ રહી છે.  

આ સમાચાર શેર કરો