મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha news: જમીન સંપાદનની કામગીરીનો વિરોધ, મહિલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી બાયપાસના જમીન સંપાદનને લઈ તંત્રનો પોલ

Banaskantha news: જમીન સંપાદનની કામગીરીનો વિરોધ, મહિલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી બાયપાસના જમીન સંપાદનને લઈ તંત્રનો પોલીસ બંદોબસ્ત સાથે કાફલો આવતા ખેડૂતોમાં ઉચાટ જોવા મળ્યો હતો. પાલનપુરના ખોડલા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં તંત્રએ ખુંટ મારવાની કામગીરી હાથ ધરી હતી, જેથી મહિલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. 

ખેતરોમાં ખુંટ મારવાની કામગીરી હાથ ધરતા ખેડૂતોમાં રોષ

પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર તાલુકાના ચિત્રાસણી  બાયપાસના જમીન સંપાદનમાં વળતર ઓછું મળતું હોવાને કારણે ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે તંત્ર  પાલનપુરના ખોડલા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં જમીન સંપાદન કરવા 
પોલીસ બંદોબસ્ત સાથે મુલાકાત લીધા બાદ ખુંટ મારવાની કામગીરી હાથ ધરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવાની ખેડૂતોની માંગ છે. તંત્રના કર્મીઓને કામગીરી કરતાં જોતાં મહિલા પશુપાલકો વિફરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. 24 કિલોમીટરના આ બાયપાસમાં અનેક ખેડૂતોની જમીન સંપાદનમાં જાય છે અને અમુક ખેડૂતોના આખે આખા ખેતર, ઘર તથા કૂવા પણ આ સંપાદનની કામગીરીમાં જશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો