મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : સીંધુ ભવન રોડ પર સ્પાની આડમાં દેહવેપાર, મેનેજરની ધરપકડ, બે સંચાલકો ફરાર

Ahmedabad news : અમદાવાદ શહેરમાં વધુ એકે વાર સ્પાની આડમાં દેહવેપારની અસામાજિક પ્રવૃત્તિ ઝ

અમદાવાદ : સીંધુ ભવન રોડ પર સ્પાની આડમાં દેહવેપાર, મેનેજરની ધરપકડ, બે સંચાલકો ફરાર

Ahmedabad news : અમદાવાદ શહેરમાં વધુ એકે વાર સ્પાની આડમાં દેહવેપારની અસામાજિક પ્રવૃત્તિ ઝડપાઇ છે. LCBએ સપના મેનેજરની ધરપકડ કરી છે, જયારે સ્પાના બે સંચાલકો ફરાર થઇ ગયા છે. 

મસાજની આડમાં મહિલાઓ પાસે કરાવાતો હતો દેહવેપાર

અમદાવાદ શહેરના સીંધુ ભવન રોડ પર આવેલા ધ ઓઝોન સ્પામાં  દેહવેપાર ચાલતો હોવાની બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલીને ઝોન-7 LCBએ આ સ્પા પર દરોડા પાડ્યા હતા. સ્પામાંથી એક ભારતીય અને એક નાગાલેન્ડની મહિલા સહિત 3 મહિલાઓ મળી આવી હતી. ઝોન-7 LCBએ  સ્પાના મેનેજર  કૈલાશ ભારતીની ધરપકડ કરી છે, જયારે સ્પાના બે સંચાલકો  અયાન રંગરેજ અને મોહસીન રંગરેજ ફરાર થઇ ગયા છે. આ બાતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં તમામ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં દારૂબંદી છે,  તો સરકારે આ જિલ્લામાં શું કામ બહાર પાડ્યું ડ્રાય-ડેનું જાહેરનામું?

ગયા મહિને જજીસ બંગલો રોડ પર સ્પામાં દેહવેપાર ઝડપાયો હતો 

અમદાવાદ શહેરમાં ગયા મહિને શહેરના પોશ વિસ્તાર એવા જજીસ બંગલો રોડ પર આવેલા સ્પામાં દેહવેપાર ઝડપાયો હતો. નાગાલેન્ડ અને થાઈલેન્ડની યુવતીઓને ઈ-બિઝનેશ વિઝા પર બોલાવીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવતી હોવાની બાતમી મળી હતી. સીઆઈડી ક્રાઈમને આ બાતમી મળતા ડમી ગ્રાહક મોકલીને સમગ્ર મામલે પર્દાફાશ કર્યો હતો.  સમગ્ર મામલે સ્પાના માલિક સહિત 3 યુવતીઓ સામે ગુનો નોંઘવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો