સુરેન્દ્રનગર કલેક્ટરનું જાહેરનામું, 4થી વધુ લોકોના ભેગા થવા પર રોક; જાણો શું છે કારણ
રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લા તંત્રના તઘલખી નિર્ણયથી પ્રજામાં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં 4થી વધુ

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લા તંત્રના તઘલખી નિર્ણયથી પ્રજામાં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં 4થી વધુ લોકો રજુઆત કરી નહીં શકે, જો 4થી વધુ લોકો કલેક્ટર કચેરીમાં રજુઆત કરવા આવશે તો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લા તંત્રે આ અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.
સુત્રોચાર, આમરણાંત ઉપવાસ, ધરણા, આંદોલન કે ભૂખ હડતાળ પણ નહીં કરી શકે
સુરેન્દ્રનગર કલેકટર કચેરી અને તેની આજુબાજુના 100 મીટરના રોડ પર સુત્રોચાર, આમરણાંત ઉપવાસ, ધરણા, આંદોલન કે ભૂખ હડતાળ પણ નહીં કરી શકે.
કલેકટર કચેરીમાં પણ 4થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહીં
કલેકટર કચેરીમાં પણ 4થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહીં. તંત્રના તઘલખી નિર્ણયથી પ્રજા પરેશાન વધુ થશે. તો બીજી તરફ આ જાહેરામાના કારણે લોકોમાં ભારોભાર રોષ પણ ફેલાયો છે.






