મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot News: માલિયાસણ પાસે 30 વિદ્યાર્થીઓને લઈને જતી ખાનગી યુનિની બસ પલટી

રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણથી સોખડા તરફ જતી ખાનગી યુનિવર્સિટીની બસ પલટી મારી ગઈ. બસમાં લગભગ 30 વિદ્યાર્

Rajkot News: માલિયાસણ પાસે 30 વિદ્યાર્થીઓને લઈને જતી ખાનગી યુનિની બસ પલટી

રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણથી સોખડા તરફ જતી ખાનગી યુનિવર્સિટીની બસ પલટી મારી ગઈ. બસમાં લગભગ 30 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી સાત વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, ડ્રાઇવરની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો. બસ જે દિશામાં જઈ રહી હતી, તેની વિરુદ્ધ દિશામાં પલટી મારી ગઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને ડ્રાઇવર સામે બેદરકારીના આરોપ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો