ભરુચમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરનાર આચાર્યની થઈ ધરપકડ
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિનીને દુષ્કર્મનો શિકાર બનાવનાર શાળાના આચાર્ય કમલેશ રાવલની ભરૂચ પોલીસના એન્ટી હ્

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિનીને દુષ્કર્મનો શિકાર બનાવનાર શાળાના આચાર્ય કમલેશ રાવલની ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તેમજ આરોપીના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ પર શાળાની એક વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે. વર્ષ 2024 અને વર્ષ 2022માં ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા. બે વાર દુષ્કર્મનો શિકાર બન્યા બાદ કિશોરીએ પરિવારને જાણ કરતા મામલો સામે આવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાનો આરોપી ઝડપાયો
આ સમગ્ર મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દુષ્કર્મ અને પોક્સો હેઠળ બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવતા એ.એચ.ટી.યુની ટીમે તપાસ શરૂ કરી હતી. મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ તપાસનો દૌર લંબાવ્યા બાદ આખરે દુષ્કર્મ કરનાર આચાર્ય કમલેશ રાવલની ધરપકડમાં પોલીસને સફળતા સાંપડી છે. જેને લોકઅપના સળિયા પાછળ ધકેલી દઈ આ રીતે અન્ય કોઈ ભોગ બનેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.






