અમદાવાદમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાનો આરોપી ઝડપાયો

અમદાવાદમાંથી આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાનો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. 60 વર્ષના આરોપીને પોલીસે મોરબીથી દબોચી લીધો હતો. પાડોશની ગલીમાં રહેતી આઠ વર્ષની બાળકીને લાલચ આપીને આ વ્યક્તિએ તેને દુષ્કર્મનો શિકાર બનાવી હતી. આખરે પોલીસે તેને ઝડપી લીધા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં 60 વર્ષના વૃદ્ધ દ્વારા આઠ વર્ષની બાાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આરોપી આઠ વર્ષની બાળકીને લાલચ આપી માસુમ બાળકીને દુષ્કર્મનો શિકાર બનાવી હતી. 60 વર્ષના વૃદ્ધને આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરતાં દયા પણ ન આવી.10 તારીખે પહેલીવાર દુષ્કર્મ થયું પરંતુ બાળકી આરોપીને ઓળખતી નહોતી. પરંતુ બાળકીએ ઘટનાની જાણ માતાને કરી અને ત્યારબાદ પરિવારજનોએ આરોપીની ખરાઈ કરવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદ: વસ્ત્રાપુર મોહિની ટાવરમાંથી NRIની લાશ મળી, કેનેડાથી આવ્યા હતા અમદાવાદ
બીજી વખત છટકું ગોઠવીને આરોપીને પકડવા જતાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને આરોપીની તપાસ શરૂ કરવામાં આવી હતી. આખરે પોલીસે તેને ઝડપી લીધા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપીની મેડિકલ તપાસ તેમજ આરોપીના મોબાઇલની ફોરેન્સિક તપાસ પણ કરાવશે

