Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : NRI's body found in Vastrapur Mohini Tower

અમદાવાદ: વસ્ત્રાપુર મોહિની ટાવરમાંથી NRIની લાશ મળી, કેનેડાથી આવ્યા હતા અમદાવાદ

Timeછેલ્લું અપડેટ : 14 Jan 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ: વસ્ત્રાપુર મોહિની ટાવરમાંથી NRIની લાશ મળી, કેનેડાથી આવ્યા હતા અમદાવાદ

અમદાવાદમાંથી એક રહસ્યમ્ય કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કેનેડાથી આવેલ વ્યક્તિની એક બહુમાળી ટાવરમાંથી લાશ મળી આવી છે. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

આ પણ વાંચો ; અમદાવાદ ફ્લાવર શૉમાં નકલી ટિકિટ વેચનાર શખ્સ ઝડપાયો, જાણો સમગ્ર મામલો

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા મોહિની ટાવરમાંથી હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો છે. તપાસ કરતા માલુમ પડ્યું કે કનૈયાલાલ ભાવસારનો મૃતદેહ મળી આવ્યો હતો. કેનેડાથી આવેલ કનૈયાલાલ હજુ ગઈકાલે જ કરમસદથી અમદાવાદ આવ્યા હતા. તેમની પત્નીએ ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહિ જેથી પત્નીન શંકા જતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. તપાસ કરતાં માલુમ પડ્યું કે ઘરમાંથી કેટલીક વસ્તુઓ પણ ગાયબ છે. વસ્ત્રાપુર પોલીસે ગૂનો નોંધી આરોપીઓને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.