મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડાપ્રધાન મોદીએ કચ્છીઓને નૂતન વર્ષની શુભકામના પાઠવી

વડાપ્રધાન મોદીએ કચ્છીઓને નૂતન વર્ષની શુભકામના કચ્છીમાં પાઠવી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા સાઇ

વડાપ્રધાન મોદીએ કચ્છીઓને નૂતન વર્ષની શુભકામના પાઠવી

વડાપ્રધાન મોદીએ કચ્છીઓને નૂતન વર્ષની શુભકામના કચ્છીમાં પાઠવી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા લખ્યુ, "અષાઢી  બીજ એટલે કચ્છી નયેં વરેંજે અવસર તેં કચ્છમેં અને દેશ, દુનિયામેં વસધલ કચ્છી ભા, ભેણેં કે ધિલસેં વધાઇયું ડીયાંતો અને સુખ,  શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય  હમેશાં જળવાઇ રે એડ઼ી શુભેચ્છાઉં ડીયાંતો."

ભારતભરમાં હિન્દુઓમાં વિક્રમસંવત અને તેના મહિનાઓ સર્વમાન્ય ગણાયા છે. ભારત વર્ષમાં ક્યાંક કારતક માસથી તો ક્યાંક ચૈત્ર માસથી નૂતન વર્ષ આરંભાય છે. આ બન્ને માન્યતાઓ સ્વીકારતો વર્ગ બહોળો છે. જ્યારે દેશના પશ્ચિમ ખૂમે વિષમ ભૂ-ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતો કચ્છ જિલ્લો જેમ લોકો, રીતિ-રિવાજ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ આગવો છે, તેમ કચ્છીઓનું નૂતન વર્ષ પણ આગવું છે. કચ્છનું નૂતન વર્ષ એટલે અષાઢ સુદ બીજ.

કચ્છીઓ માટે અષાઢી બીજ વિશેષ કેવી રીતે?

દર અષાઢી બીજે રાજાશાહીના સમયમાં કચ્છમાં નવો સિક્કો બહાર પડાતો. કચ્છમાંથી નિયમિત રીતે પ્રગટ થતું અષાઢી પંચાંગ પણ 118 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. વિક્રમ સંવત 1960માં (ઇ.સ.1903) શાસ્ત્રી લક્ષ્મીદાસે સૌ પ્રથમ નક્ષત્રો આધારિત કચ્છી નવા વર્ષના પંચાંગ પ્રગટ કરવાની શરૂઆત કરાવી. ત્યારબાદ એક નાગર ગૃહસ્થ આ પરંપરા ચાલુ રાખી હતી.

આ સમાચાર શેર કરો