VIDEO: 'હર હર મહાદેવ, જય સોમનાથ'ના નારા સાથે પીએમ મોદીએ કહ્યું, 'સોમનાથમાં વિકાસ અને વારસો બંને છે'
PM Modi Visits Somnath for Swabhiman Parv: પ્રથમ જ્યોતિર્લિંગ

PM Modi Visits Somnath for Swabhiman Parv: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સોમનાથની મુલાકાતે છે. આજે (11મી જાન્યુઆરી) પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સોમનાથમાં વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ભવ્ય રોડ-શો (શૌર્યયાત્રા) યોજશે અને ત્યારબાદ રાજકોટ તેમજ ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શૌર્યયાત્રામાં જોડાયા
શૌર્યયાત્રા બાદ વડાપ્રધાન મોદીએ કરી સોમનાથ મહાદેવની પૂજા
વડાપ્રધાન મોદી સોમનાથમાં આયોજિત ભવ્ય શોર્યયાત્રામાં જોડાયા હતા. જેના બાદ તેઓ મંદિરમાં મહાદેવની પૂજા કરવા પહોંચ્યા હતા.






