મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોડેલીના રનભુન ગામની પ્રાથમિક શાળા જર્જરિત અવસ્થામાં, નવા ઓરડા ન બને તો લોકોની તાળાબંધીની ચીમકી

ભણશે ગુજરાતના નારા સાથે લગાવતી સરકાર દ્વારા શિક્ષણમાં અંધેર વહીવટ ચાલતો હોવાના કિસ

બોડેલીના રનભુન ગામની પ્રાથમિક શાળા જર્જરિત અવસ્થામાં, નવા ઓરડા ન બને તો લોકોની તાળાબંધીની ચીમકી

ભણશે ગુજરાતના નારા સાથે લગાવતી સરકાર દ્વારા શિક્ષણમાં અંધેર વહીવટ ચાલતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રનભુન ગામે ધોરણ 1થી 8 ની પ્રાથમિક શાળા ચાલે છે. નવી શાળા બનાવવા માટે 2022 માં પાંચ જર્જરિત ઓરડા તોડી નાખવામાં આવ્યા હતા આજદિન સુધી પ્રાથમિક શાળા ના નવા ઓરડા બનાવવાની આવ્યા નથી.

આ પણ વાંચોઃ છોટાઉદેપુરની ઓરસંગ નદીના પટ્ટામાં કાકડી પકવતા ખેડૂતો પાયમાલ, 100 રૂપિયાને બદલે મળે છે 20નો ભાવ

અભ્યાસમાં ખલેલ
 
બે માસમાં નવા ઓરડા બનાવવાની કામગીરી શરૂ નહિ થાય તો શાળાને તાળાબંધી કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. બે વર્ગો પતરાના શેડમાં ચાલે છે. જેમાં ધોરણ 3 અને 4 સવારમાં બેસાડવામાં આવે છે. એક જ સાથે બે વર્ગના બાળકોને બે શિક્ષકો અભ્યાસ કરાવે છે. જેનાથી ખલેલ પહોંચે છે. જ્યારે બપોરના સમયે આવતા બાળકો ધોરણ 6 ના બાળકોને શેડમાં બેસાડવામાં આવે છે.  ધોરણ 1થી 5 ના બાળકોને સવારમાં 7 થી 12 અભ્યાસ માટે બોલાવવામાં આવે છે. ધોરણ 6થી 8ના બાળકોને બપોરના 12થી 5 વાગ્યાં સુધી બોલાવવામાં આવે છે.

પતરાના શેડમાં ચાલે છે વર્ગ
 
પતરાના શેડમાં બે વર્ગો ખુલ્લામાં ચલાવવામાં આવતા હોવાથી આસપાસ ખેતરો આવેલા છે. કમ્પાઉન્ડ વોલ તૂટેલી છે. ત્યારે ઝેરી જાનવરો ખેતરોમાંથી આવી જાય તો બાળકોના જીવનું જોખમ છે. પ્રાથમિક શાળા ની સમય સવારે 10:30 થી હોવાથી શિક્ષકો શાળા માં આવી જાય છે પરંતુ દોઢ કલાક સુધી બાળકો ની રાહ જોઈને બેસી રહે છે. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તાર માં પ્રાથમિક શાળાઓ માં શિક્ષણ ની સુવિધા આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવરી છે બાળકો ને અભ્યાસ માટે ની પ્રાથમિક જરૂરિયાત શાળાના ઓરડા છે. તે સુવિધા આપવામાં તંત્રના અધિકારીઓ અને સરકાર નિષ્ફળ રહેતા આદિવાસી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. બે પાળીમાં ચાલતી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ નો પૂરતો સમય મળતો નથી. 1 થી 5 ના બાળકો સ્કૂલમાંથી છૂટયા બાદ ધોરણ 6 થી 8 ના બાળકોને બેસાડવામાં આવે છે જેનાથી અભ્યાસ નો સમય પૂરતો મળતો નથી. 

આ સમાચાર શેર કરો