મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

RAJKOT : ઉલટી બાદ થયું મોત, ધોરણ-4ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થયાનું અનુમાન

Rajkot News : હૃદયરોગના હુમલાનો ભોગ હવે આધેડ બાદ યુવાનો અને નાના બાળકો પણ બની રહ્યા છે. શાળામા

RAJKOT : ઉલટી બાદ થયું મોત, ધોરણ-4ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થયાનું અનુમાન

Rajkot News : હૃદયરોગના હુમલાનો ભોગ હવે આધેડ બાદ યુવાનો અને નાના બાળકો પણ બની રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા કરતા ક્લાસરૂમમાં જ બાળક ઢાળી પડીને મોતના બનાવો  પહેલા બની ચુક્યા છે, હવે રાજકોટમાં ધોરણ-4ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થયાનું અનુમાન છે. 

રાજકોટ શહેરમાં ધોરણ-4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે. ધોરણ-4માં અભ્યાસ કરતો પૂર્વાગ નેમિશભાઈ ધામેચાને બે દિવસ ઝાડા-ઊલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં ઢળી પડ્યો, જો કે બાળકને વધુ સારવાર મળે તે પહેલાં જ  મોત થયું હતું. 

તબીબોએ અભિપ્રાય આપ્યો છે કે બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. જો કે મોતનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે. 

આ સમાચાર શેર કરો