મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સોના-ચાંદીથી પ્રભુની અંગરચના, કોલકાતા અને વિદેશી ફૂલો મંગાવી દેરાસર સુશોભિત કરાયું

શ્રી કલ્પતરુ રાજરત્ન જૈન સંઘ દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુનિસુવ્રત

સુરતમાં સોના-ચાંદીથી પ્રભુની અંગરચના, કોલકાતા અને વિદેશી ફૂલો મંગાવી દેરાસર સુશોભિત કરાયું

શ્રી કલ્પતરુ રાજરત્ન જૈન સંઘ દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુનિસુવ્રત સ્વામી ભગવાનના જીવનચરિત્ર વિશે વિશેષ રૂપમાં 5 સ્ટોલ બનાવી સંઘના 30 બાળકોએ ભાગ લીધો હતો. પ્રભુની અંગરચના સોના- ચાંદી, કેસર જેવા વિશેષ ઉત્તમ દ્રવ્ય દ્વારા કરવામાં આવી હતી. 

3300 ભાવિક ભક્તોએ દર્શનનો લીધો લાભ 

આ મહાપૂજામાં વિશેષરૂપે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ ફૂલો કલકત્તાથી મંગાવાયા હતા. સાથે ઘઉંલી રંગોળી અને પ્રોપ્સથી શણગાર કરાયો હતો. આ મહાપૂજામાં 3300 જેટલા ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શેરડીનો શણગાર, ફૂલોની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની

અલૌકિક રંગોળી ગહુલી તેમજ 650 દિવડાઓની અદ્ભૂત રોશની કરવામાં આવી હતી. નયનરમ ફુલોનની આંગી અને અદ્ભૂત મહાપૂજાના દર્શન કરી ભક્તો ધન્ય અનુભવી રહ્યા હતા. આ મહાપૂજામાં 3300 જેટલા ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શેરડીનો શણગાર, ફૂલોની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ સમાચાર શેર કરો