મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કુખ્યાત આરીફ મીંડીના ઘરે વીજ કંપનીના દરોડા, પોલીસને સાથે રાખીને ઝડપી 8 લાખની ચોરી

સુરતમાં કુખ્યાત અને માથાભારેની છાપ ધરાવતા કુખ્યાત આરીફ મીંડીના ઘર પર વીજ કંપનીએ દરોડા પાડ્યા હતાં. પોલી

સુરતમાં કુખ્યાત આરીફ મીંડીના ઘરે વીજ કંપનીના દરોડા, પોલીસને સાથે રાખીને ઝડપી 8 લાખની ચોરી

સુરતમાં કુખ્યાત અને માથાભારેની છાપ ધરાવતા કુખ્યાત આરીફ મીંડીના ઘર પર વીજ કંપનીએ દરોડા પાડ્યા હતાં. પોલીસના ચુસ્તા બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા હતાં. વીજ કંપનીને વીજ ચોરી થતી હોવાની બાતમી મળતાં દરોડા પાડવામાં આવ્યાં હતાં.

પોલીસને સાથે રાખી રેડ

આરી મીંડીના ઘરે વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલા વીજ મીટરમાં ચેડાં કરી વીજ ચોરી કરવામાં આવતી હતી. જેથી પોલીસ કાફલા સાથે ત્રાટકેલી વીજ કંપનીના કર્મચારીઓએ તપાસ કરી હતી. જેમાં સમગ્ર વીજ ચોરીનો કારસો ઉજાગર થયો હતો. જેથી વીજ કંપની દ્વારા અંદાજે 8 લાખથી વધુની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી.

ગેંગ સામે ગુજસીટોકનો ગુનો

માથા ભારેની છાપ ધરાવતા આરીફ મીંડી અને તેની ગેંગ ગુજસીટોકના આરોપી છે. સુરતના અઠવા વિસ્તારમાં આવેલા તેના ઘર ખંડેરાવ પુરા સ્થિત રેડ વીજ કંપની દ્વારા રેડ કરવામાં આવી હતી. LCB ઝોન 4 પોલીસને સાથે રાખી રેડ કરવામાં આવી હતી. આ રેડમાં સમગ્ર વીજ ચોરીનો કારસો ઉજાગર થયો છે. જેથી આરીફ મીંડી સહિતના ગુનેગારો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો