અમદાવાદ/ ખ્યાતિકાંડમાં બે દર્દીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, સ્ટાફ સતત બીજા દિવસે રજા પર
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત બાદ વિવાદ થયો છે. કડી તાલુકાના બોરીસણા ગામના બે દર્દીઓને ખ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત બાદ વિવાદ થયો છે. કડી તાલુકાના બોરીસણા ગામના બે દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને પરિવારની જાણ વગર જ દર્દીઓને સ્ટેન્ટ મુકવામાં આવ્યા હતા. કલાકો બાદ બે દર્દીનું મોત થયું હતું. આ બે દર્દીનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. બીજી તરફ વિવાદમાં ઘેરાયેલી ખ્યાતિ હોસ્પિટલનો સ્ટાફ પણ સતત બીજા દિવસે રજા પર જોવા મળ્યો છે.
બે દર્દીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું
ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા બે દર્દીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સિવિલ સુપ્રિટેડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, ગઇકાલે બે દર્દીઓને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ ડેડબોડીને તેમના પરિવારજનોને સોપવામાં આવી હતી. આવી ઘટના બને ત્યારે FSL રિપોર્ટને તૈયાર કરવા પડે છે. આ કહેવું મુશ્કેલ છે કે રિપોર્ટ ક્યારે આવશે. રિપોર્ટ તૈયાર થાય તે બાદ જ જાણ કરાશે.
આ પણ વાંચો: ગુજરાત મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલને ફટકારી નોટિસ, સાત દિવસમાં રિપોર્ટ મોકલવા આદેશ
હોસ્પિટલનો સ્ટાફ રજા ઉપર
અમદાવાદના બોડકદેવમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલનો સ્ટાફ વિવાદ બાદ રજા ઉપર છે. સતત બીજા દિવસે પણ હોસ્પિટલનો સ્ટાફ કામ પર આવ્યો નથી. હોસ્પિટલની બહાર પોલીસની ટીમ ગોઠવવામાં આવી છે. હોસ્પિટલમાં નવા દર્દીઓની સારવાર બંધ કરવામાં આવી છે.






