મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Porbandar news: સગીરા પર 4 શખ્સોએ આચર્યું સામહિક દુષ્કર્મ, પોલીસે પોક્સો હેઠળ નોઁધ્યો ગુનો

પોરબંદર શહેરમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવ

Porbandar news: સગીરા પર 4 શખ્સોએ આચર્યું સામહિક દુષ્કર્મ, પોલીસે પોક્સો હેઠળ નોઁધ્યો ગુનો

પોરબંદર શહેરમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

જ્યાં સગીરા પર દુષ્કર્મ આચર્યું

પ્રાથમિક વિગતો મુજબ, ગત 22 જુલાઈની મધ્યરાત્રિએ ચાર આરોપીઓ સગીરાને બહાર લઈ ગયા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નાસ્તો કરવાના બહાને આરોપીઓ સગીરાને એક સફારી કારમાં બેસાડી બહાર લઇ ગયા હતા, જ્યાં કોઈ કેફી પીણું પીવડાવ્યું હતું. ત્યારબાદ આરોપીઓ સગીરાને શહેરના વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ ગયા હતા અને જ્યાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.

4 શખ્સો સામે ફરિયાદ દાખલ

આ મામલે સગીરાએ જયરાજ સુંડાવદરા, મલ્હાર, રાજ અને એક અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાની ફરિયાદ મુજબ, દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓએ તેને સવારે 4.30 વાગ્યે તેના ઘરે ઉતારી દીધી હતી.

પોરબંદર પોલીસે આ ગંભીર કેસમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે અને આરોપીઓને ઝડપી પાડી કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો