ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય મંત્રીનો દેસી અંદાજ, બે દિગ્ગ્જ પાટીદાર નેતાઓ નીકળ્યાં બાઈક પર, જુઓ વીડિયો
દિલ્લીમાં સાઈકલ લઈને પોતાના મંત્રાલયે જતા મનસુખ માંડવીયા પોરબંદર લોકસભા મત વિસ્તારમાં બાઇકની પાછળ બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા અને આ બાઈક ધારાસભ્ય જયેશ રાદડિયા ચલાવી રહ્યાં હતા.

પોરબંદર લોકસભાના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો અલગ અંદાજ, બાઇકની પાછળ બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા, ધારાસભ્ય જયેશ રાદડિયા બાઇક ચલાવી રહ્યાં હતા.
લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પાર્ટીના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન ભાજપના પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયાની દેસી અંદાજ સામે આવ્યો છે. દિલ્લીમાં સાઈકલ લઈને પોતાના મંત્રાલયે જતા મનસુખ માંડવીયા પોરબંદર લોકસભા મત વિસ્તારમાં બાઇકની પાછળ બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા અને આ બાઈક ધારાસભ્ય જયેશ રાદડિયા ચલાવી રહ્યાં હતા. બંને દિગજ્જ પાટીદાર નેતાઓનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ આ વીડિયો -






