મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: અમદાવાદ શહેરમાં પ્રદૂષણ વધતા સરેરાશ AQI 204 પર પહોંચ્યો

Ahmedabad news: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાયુ પ્રદૂષણમાં એકાએક વધારો થઈ રહ્યો છે. એમા

Ahmedabad news: અમદાવાદ શહેરમાં પ્રદૂષણ વધતા સરેરાશ AQI 204 પર પહોંચ્યો

Ahmedabad news: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાયુ પ્રદૂષણમાં એકાએક વધારો થઈ રહ્યો છે. એમાં પણ શિયાળામાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ખૂબ વધ્યું છે. જેનું કારણ ઔદ્યોકિકીકરણ, વાહનોનો ધૂમાડો, બાંધકામ વગેરે છે. પરંતુ આ સિવાય પણ અન્ય પરિબળોને લીધે અમદાવાદની હવામાં ઝેર ભળતું જઈ રહ્યું જે ચિંતાનો વિષય બન્યું છે. અમદાવાદમાં AQI વધતા આરોગ્ય માટે જોખમી સ્થિતિ ઊભી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પણ પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ શહેરનો સરેરાશ AQI 204 પર પહોંચ્યો છે. 

મળતી માહિતી અનુસાર, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં PM2.5 અને PM10નું પ્રમાણ અત્યંત વધુ છે ત્યારે ખરાબ હવા ને કારણે દરેકને શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી, ગળામાં બળતરા, હેડેક થવાની સમસ્યા વકરે છે. લાંબા સમય સુધી બહાર રહેવાથી હૃદયરોગ, દમનો હુમલો, શ્વાસનળીની બીમારીઓ વકરે છે જેને કારણે બધાએ બહારની પ્રવૃત્તિ ઘટાડવી જોઈએ. ડોક્ટરનું માનીએ તો બહાર નીકળતા પેહલા માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ.

અમદાવાદમાં પ્રદૂષણને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ

થલતેજ 220

વિશ્રામનગર 220

બોડકદેવ 216

વસંતનગર 214

શાહીબાગ 210

સીપીનગર 208

ઉસ્માનપુરા 207

રામદેવનગર 206

ઘુમા 204

સોનીની ચાલી 203

મણિનગર 202

એસપી સ્ટેડિયમ 201

આ સમાચાર શેર કરો