મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ઉમરગામ તાલુકા પંચાયતમાં ચૂકવણાં મુદ્દે ગરમાયું રાજકારણ, કોન્ટ્રાક્ટર અને નેતાઓની સાંઠગાંઠની ચર્ચા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતમાં વિકાસ કાર્યો અને ચૂકવણાંને લઈને ભ્રષ્ટાચારના ગંભીર

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતમાં વિકાસ કાર્યો અને ચૂકવણાંને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તથા ડેહલી ગ્રામ પંચાયતના સભ્યે પંચાયતમાં થયેલા કેટલાક ચૂકવણાં અંગે માહિતી એકત્ર કરી ફરિયાદ નોંધાવી છે. વરસાદી પાણીની ગટરો સહિતના કામોમાં હલકી ગુણવત્તા અને અનિયમિતતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગટર કામોમાં થયેલા ભ્રષ્ટાચારના પુરાવા સ્પષ્ટ દેખાતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ મુદ્દો આગામી ગ્રામસભામાં ગાજે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કોન્ટ્રાક્ટરને કેટલાક નેતાઓના આશીર્વાદ હોવાની ચર્ચાએ પણ મામલો વધુ ગરમાવ્યો છે.

આ સમાચાર શેર કરો