મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navsari:કરોડોની સાયબર છેતરપિંડીમાં પોલીસ પુત્રની ધરપકડ, પકડાયા બાદ મીડિયા સામે કર્યો રોફ

કરોડોની સાયબર છેતરપિંડીમાં ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપીનું પોલીસ કનેક્શન સામે આવતા ચકચાર મચી ગઈ છે. આરો

Navsari:કરોડોની સાયબર છેતરપિંડીમાં પોલીસ પુત્રની ધરપકડ, પકડાયા બાદ મીડિયા સામે કર્યો રોફ

કરોડોની સાયબર છેતરપિંડીમાં ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપીનું પોલીસ કનેક્શન સામે આવતા ચકચાર મચી ગઈ છે. આરોપી મનીષ પાડવે, જે 'મ્યુલ એકાઉન્ટ'ના હેન્ડલર તરીકે કામ કરતો હતો, તે પોલીસ પુત્ર હોવાનું અને તેના પરિવારના સભ્યો પોલીસ વિભાગ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપી મનીષ પાડવેનો ભાઈ નવસારી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને તેના પિતા પણ પોલીસકર્મી હતા. 

મનીષ પાડવે પોતે પણ  હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો, પરંતુ સાયબર છેતરપિંડીમાં સંડોવણી નીકળતા હોમગાર્ડમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. જ્યારે તે પકડાયો અને મીડિયા દ્વારા તેનું કવરેજ કરવામાં આવ્યું, ત્યારે પણ તેણે પોતાનો રોફ જાળવી રાખ્યો હતો.

આ સમાચાર શેર કરો