મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navsari: શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ કરાયો, વાલીએ કડક પગલાંની માંગ કરી

ભક્તાશ્રમ અંગ્રેજી માધ્યમની શાળામાં એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ફિઝિક્સના શિક્ષક જયદીપ શાહ દ્વા

Navsari: શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ કરાયો, વાલીએ કડક પગલાંની માંગ કરી

ભક્તાશ્રમ અંગ્રેજી માધ્યમની શાળામાં એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં ફિઝિક્સના શિક્ષક જયદીપ શાહ દ્વારા ધોરણ 9ના એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં માર મારવામાં આવતા વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે. આ બનાવથી વિદ્યાર્થીના વાલીમાં ભારે રોષ ફેલાયો છે અને તેમણે શાળામાં શિક્ષક વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ 9નો વિદ્યાર્થી ક્લાસરૂમમાં બેન્ચ પર તેના મિત્રો સાથે મસ્તી કરી રહ્યો હતો. આ વાતની જાણ થતાં ફિઝિક્સના શિક્ષક જયદીપ શાહે વિદ્યાર્થીને માથામાં અને ગાલ પર જોરદાર લાફા ઝીંક્યા હતા.

શિક્ષકનો માર એટલો સખત હતો કે વિદ્યાર્થીના ગાલ પર આંગળીઓના નિશાન સ્પષ્ટ દેખાઈ આવ્યા હતા. આ મારને કારણે વિદ્યાર્થીને દુખાવો થતાં તેને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.વાલીએ તાત્કાલિક શાળા પ્રશાસન સમક્ષ શિક્ષક વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને શિક્ષક સામે કડક પગલાં લેવાની માગ કરી છે. 

આ સમાચાર શેર કરો