Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : 21 youths were duped of Rs 40 lakh in Navsari in the name of a job in the Navy

Navsari news: નેવીમાં નોકરીના નામે નવસારીમાં રૂપિયા 40 લાખની છેતરપિંડી, 21 યુવકો શિકાર બન્યા

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Navsari news: નેવીમાં નોકરીના નામે નવસારીમાં રૂપિયા 40 લાખની છેતરપિંડી, 21 યુવકો શિકાર બન્યા
સોર્સ : GSTV

Navsari news: નવસારીના કાંઠા વિસ્તારના યુવકોને મર્ચન્ટ નેવીમાં નોકરી આપવાના બહાને એક વ્યક્તિએ વિશ્વાસમાં લઈને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો મોટો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતાં કુલ 21 યુવકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, જેમાં કુલ રૂપિયા 40 લાખ જેટલી રકમ પડાવવામાં આવી હતી.

App Store

એડવાન્સ ફી અને ટિકિટના નામે રૂપિયા પડાવ્યા

જલાલપોર પોલીસ મથકમાં 24 વર્ષીય તરંગ કુમાર ટંડેલ દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, વિનોદભાઈ વીરજીભાઈ પટેલ નામના વ્યક્તિએ તેમને મર્ચન્ટ નેવીમાં નોકરી આપવાની બાંયધરી આપી હતી. આરોપી વિનોદ પટેલે નોકરી આપવાના બહાને તરંગ કુમાર પાસેથી રૂપિયા 2,00,000 એડવાન્સ ફી તરીકે માંગ્યા હતા. યુવક પાસેથી પૈસા લીધા બાદ આરોપીએ તેમને મુંબઈ ખાતે મેડિકલ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા. ત્યારબાદ ટિકિટના નામે બીજા રૂપિયા 50,000 પડાવ્યા હતા.

તપાસમાં અન્ય 20 યુવકો સાથે છેતરપિંડીનો ખુલાસો

પૈસા આપ્યા બાદ પણ લાંબા સમય સુધી નોકરી ન મળતાં તરંગ કુમાર ટંડેલે વિનોદ પટેલ પાસે પોતાના પૈસા પાછા માંગ્યા હતા, પરંતુ આરોપી આનાકાની કરતો હતો. આખરે યુવકે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.  પોલીસે તરંગ કુમારની ફરિયાદના આધારે તપાસ શરૂ કરતાં, આરોપી વિનોદ પટેલે માત્ર તરંગ કુમાર સાથે જ નહીં, પરંતુ કાંઠા વિસ્તારના અન્ય 20 યુવકો સાથે પણ આ જ પ્રકારે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

આરોપીએ દરેક યુવક પાસેથી રૂપિયા 1 લાખથી માંડીને રૂપિયા 2.50 લાખ સુધીની રકમ લીધી હતી, જેનો કુલ આંકડો અંદાજે રૂપિયા 40 લાખ જેટલો થાય છે. પોલીસે ગેરકાયદેસર રીતે પૈસા પડાવનાર આરોપી વિનોદભાઈ વીરજીભાઈ પટેલની ધરપકડ કરી લીધી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે.