Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold Silver Price Today: Gold prices fall, silver rises, know today's new price

Gold Silver Price Today: સોનાના ભાવમાં કડાકો, ચાંદીમાં બોલાઈ તેજી, જાણો આજનો નવો ભાવ

Timeછેલ્લું અપડેટ : 27 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Gold Silver Price Today: સોનાના ભાવમાં કડાકો, ચાંદીમાં બોલાઈ તેજી, જાણો આજનો નવો ભાવ
સોર્સ : GSTV

Gold Silver Price Today: દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીમાં સતત ત્રીજા દિવસે તેજીનો જુવાળ યથાવત્ રહ્યો હતો. મળતી માહિતી અનુસાર, નબળા વૈશ્વિક સંકેતો તેમજ સ્ટોકિસ્ટ અને છૂટક વેચાણ કરનારાઓની લેવાલી નબળી રહેતા સોનું રૂપિયા 640 ઘટી ગયું હતું. 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત રૂપિયા 640ના ઘટાડાની સાથે રૂપિયા 1,29,460 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. રૂપિયા 640 ઘટીને રુપિયા 1,28,860 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 

App Store

કડાકો બોલવાનું કારણ રશિયા-યુક્રેન ઘર્ષણમાં ઘટાડો
મળતી માહિતી અનુસાર, સોનામાં આવેલી આ નબળાઈનું મુખ્ય કારણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા શાંતિ કરારની દિશામાં પ્રગતિથી ભૂ-રાજકીય તણાવ ઘટયો છે. જેના લીધે જિયો-પોલિટિકલ પ્રીમિયમ હટી ગયું છે. જેથી રોકાણકારોએ નફાખોરી કરી છે.
 
ચાંદી રૂપિયા 5100 મોંઘી થઈ
સોનાની વિપરીત ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી હતી. ચાંદીનો ભાવ રૂપિયા 5,100 વધીને સીધો રૂપિયા 1,68,200 પ્રતિ કિલોગ્રામ થઈ હતી. ચાંદીમાં સતત ત્રીજા સત્રનો વધારો છે. ગત ત્રણ સત્રોમાં ચાંદી રૂપિયા 13,200 રૂપિયા વધી ચુકી છે, જે સોમવારે રૂપિયા 1,55,000 પ્રતિ કિલોગ્રામના સ્તરથી ઘણી ઉપર છે.

આંતરરાષ્ટ્રીય બજાર અને ચીનમાં સ્ટોક
વૈશ્વિક બજારમાં સોનામાં નરમી જોવા મળી, જ્યારે ચાંદી સામાન્ય રીતે મજબૂત થઈ. સ્પોટ ગોલ્ડ રૂપિયા 5.60 અથવા 0.13 ટકા તૂટીને રૂપિયા 4,158.38 રૂપિયા પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. જ્યારે સ્પોટ ચાંદી સામાન્ય વધારાની સાથે રૂપિયા 53.39 પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો હતો. અમેરિકામાં થેંકસગિવિંગ હોલિ-ડે હોવાથી ટ્રેડિંગ વોલ્યુમ ઓછું રહ્યું અને હવે માર્કેટ નવા પ્રેરક સંકેતોની પ્રતીક્ષા કરી રહ્યું છે. 

ચાંદીના ભાવમાં ઉછાળો આવવાનું મુખ્ય કારણ પુરવઠાની ચિંતાઓ છે. જે ચીનમાં સ્ટોક ઓછો થવાથી વધી છે. વૈશ્વિક ચાંદી સ્ટોર દાયકાના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. શાંઘાઈ વેરહાઉસમાં ચાંદીનો ભંડાર હવે વર્ષ-2015 પછી સૌથી ઓછા સ્તર પર છે. પુરવઠાને ઓછો કરવા તાજેતરમાં મોટા પ્રમાણમાં ચાંદીની ડિલીવરી લંડન મોકલવામાં આવી છે, જે ભાવને ટેકો આપી રહી હતી.