Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : No charges on UPI payments up to Rs2,000, govt makes big announcement; know who will get the benefit

₹2,000 સુધીના UPI પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારે કરી મોટી જાહેરાત; જાણો કોને મળશે ફાયદો

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
₹2,000 સુધીના UPI પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારે કરી મોટી જાહેરાત; જાણો કોને મળશે ફાયદો
સોર્સ : gstv

ડિજિટલ પેમેન્ટને વધુ પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલય (Finance Ministry) દ્વારા જાહેર કરાયેલા રાજપત્ર (Gazette Notification) મુજબ ₹2,000 સુધીના UPI પેમેન્ટ પર કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલી શકાશે નહીં. આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકોને ડિજિટલ વ્યવહારો કરવામાં મોટી રાહત મળશે.

App Store

₹2,000 સુધીના UPI વ્યવહાર પર કોઈ ચાર્જ નહીં

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ₹2,000 સુધીના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વ્યવહાર માટે બેન્ક ગ્રાહકો પાસેથી કોઈ સીધો કે પરોક્ષ ચાર્જ લઈ શકશે નહીં. આ ઉપરાંત ₹2,000 સુધીની રકમનું RuPay ડેબિટ કાર્ડ (RuPay Debit Card) દ્વારા કરવામાં આવતું પેમેન્ટ પણ ચાર્જમુક્ત રહેશે.

સરકારની રાજપત્ર સૂચના અનુસાર, ₹2,000 સુધીના UPI વ્યવહાર અને RuPay ડેબિટ કાર્ડને સત્તાવાર રીતે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમ (Electronic Payment Mode) તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

કયા કાયદા હેઠળ લેવાયો નિર્ણય?

આ નિર્ણય પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 (Payment and Settlement Systems Act, 2007) હેઠળ લેવામાં આવ્યો છે. આ નિયમ મુજબ કોઈ પણ બેન્ક અથવા પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર ગ્રાહક પાસેથી UPI અથવા નિર્ધારિત RuPay વ્યવહાર કરવા કે પ્રાપ્ત કરવા બદલ કોઈપણ પ્રકારની ફી વસૂલ કરી શકશે નહીં.

સામાન્ય ગ્રાહકોને શું ફાયદો થશે?

સરકારના આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો સામાન્ય UPI વપરાશકર્તાઓને થશે. લોકો દૈનિક જીવનમાં ચા-નાસ્તા, કરિયાણું, મુસાફરી, બિલ પેમેન્ટ સહિતના નાના વ્યવહારો માટે UPIનો વ્યાપક ઉપયોગ કરે છે. ₹2,000 સુધીના વ્યવહારો પર ચાર્જ નહીં લાગવાથી ડિજિટલ પેમેન્ટ વધુ સરળ અને સસ્તું બનશે.

નાણાં મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિથી વ્યક્તિ (P2P) UPI પેમેન્ટ સામાન્ય ગ્રાહકો માટે સંપૂર્ણપણે મફત રહેશે.

વેપારીઓ માટે શું નિયમ છે?

વેપારીઓ (Merchants) પાસેથી વસૂલવામાં આવતા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અંગે પણ સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારનું કહેવું છે કે તમામ વેપારીઓ પર વ્યાપક રીતે MDR લાગુ કરવામાં આવશે નહીં.

જો ભવિષ્યમાં MDR લાગુ કરવામાં આવે તો તે માત્ર ચોક્કસ પ્રકારના વેપારી વ્યવહારોમાં, નિર્ધારિત મર્યાદાથી વધુ રકમના પેમેન્ટ પર અને ખૂબ જ નજીવા દરે લાગુ થઈ શકે છે.

₹2,000થી વધુના પેમેન્ટનું શું?

સરકારની હાલની જાહેરાતનો સીધો અર્થ એ છે કે ₹2,000 સુધીના UPI પેમેન્ટ પર ગ્રાહક પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. ₹2,000થી વધુના વ્યવહારો અંગે અલગ નિયમો લાગુ થઈ શકે છે. જોકે, સરકારનું કહેવું છે કે જો ભવિષ્યમાં કોઈ ચોક્કસ વેપારી વ્યવહાર પર ચાર્જ લાગુ કરવામાં આવે તો તે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડના MDRની સરખામણીમાં ઘણો ઓછો હશે.

આ નિર્ણયથી UPI વ્યવસ્થાને લઈને ચાલી રહેલી ચાર્જની આશંકાઓ પણ દૂર થઈ છે અને દેશમાં ડિજિટલ પેમેન્ટને વધુ વેગ મળવાની શક્યતા છે.