Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Gujarat will experience bitter cold again after the next 2 days due to north-westerly winds

VIDEO: ગુજરાતમાં આગામી 2 દિવસ બાદ ઉત્તર-પશ્ચિમી પવનો ફુંકાતા ફરી કડકડતી ઠંડી પડશે

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. દિવસે ગરમી અને રાત્રિના સમયે થોડી ઠંડી પરંતુ હવામાન વિભાગે આગામી 2 દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરી છે.હાલ પવનની દિશા દક્ષિણ-પૂર્વની છે, જેથી તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે જેના લીધે ગરમી લાગી રહી છે. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે. સરવાળે સામાન્ય દિવસો જેવું વાતાવરણ અનુભવાઈ રહી છે. જો કે, બે દિવસ બાદ ફરી ધીમે ધીમે ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમી પવન શરૂ થતા તાપમાન ઘટી જતા રાબેતા મુજબ ઠંડીનો ચમકારો જોવા મળશે.

App Store

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ એકાએક ઠંડીમાં વધારો થયા બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના લીધે લોકોને ઠંડીના બદલે ગરમી અનુભવાઈ રહી છે. લોકોએ સ્વેટર-મફલર કાઢીને ફરવા લાગ્યા છે. આની સાથે હવામાં પ્રદૂષણનો આંક વધતા શ્વાસ સંબંધિત અને હવામાનને લગતા રોગચાળામાં વધારો થવા લાગ્યો છે. જો કે, ગુજરાતમાં વાતાવરણમાં બદલાવ હવે માત્ર બે દિવસ બાદઆવશે. ફરી એકવાર કડકડતી ઠંડી પડશે. તાપમાનમાં ઘટાડો થતા ફરી ઠંડી પડવા લાગશે. ગુજરાતના વાતાવરણમાં ભેજ વધુ હોવાથી તાપમાન સરેરાશ કરતાં વધુ ઉચકાયું છે. જેના લીધે ગરમ પવન ફુંકાતા તાપમાન વધી જતા તીવ્ર ગરમી અનુભવાઈ રહી છે. જો કે, ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થતાની સાથે ઠંડી પડવાની શરૂ થઈ જશે.