રાજકોટ: વાયરલ ઓડિયો ક્લિપ મામલે એક પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો શું હતો સમગ્ર મામલો
રાજકોટમાં લાંચિયા પોલીસ કર્મચારીનો ઓડિયો વાયરલ થતાં હડકંપ મચ્યો હતો. પોલીસ હેડક્વ

રાજકોટમાં લાંચિયા પોલીસ કર્મચારીનો ઓડિયો વાયરલ થતાં હડકંપ મચ્યો હતો. પોલીસ હેડક્વાર્ટરમાં નોકરીના ભાવનો ઓડિયો વાયરલ થયો હતો. આ મામલે શહેર પોલીસ કમિશનરે બ્રજેશકુમાર ઝા એ તપાસ કંટ્રોલ એસીપીને સોંપી હતી.
ACPને રૂ.5 હજાર અને P.Iને રૂ.2500 આપવા પડશે
વાયરલ ઓડિયોમાં વાતચીતમાં એ સામે આવ્યું હતું કે મહિલા કર્મચારી પોતે હેડ ક્વાર્ટર્સમાં જ્યાં ફરજ બજાવે છે ત્યાંથી P.I. બદલી કરી નાખશે, હાજરી માસ્તર રાજેશ શીલુએ કહ્યું હતું કે એસીપીની ચેનલમાં આવી જાવ પછી કોઇ ડિસ્ટર્બ નહીં કરે પરંતુ આ માટે ACPને રૂ.5 હજાર અને P.Iને રૂ.2500 આપવા પડશે.
ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો
ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહિલા પોલીસ કર્મી અને રાજેશ શિલુ વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. એસીપીએ હાજરી માસ્ટર સહિત ઓડિયો ક્લિપમાં વાત કરતાં કર્મચારી અને જે નામનો ઉલ્લેખ થયો છે તે પીઆઈને પણ નિવેદન માટે બોલાવ્યા છે.






