સુરેન્દ્રનગર: જાહેરમાં પિસ્તોલ દેખાડીને પરિવારને ડરાવનાર વ્યાજખોરનું પોલીસે કાઢ્યું સરઘસ
રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો ફરી બેફામ બન્યા છે. વ્યાજે લીધેલા રૂપિયા પરત ન

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો ફરી બેફામ બન્યા છે. વ્યાજે લીધેલા રૂપિયા પરત નહિ આપતા પીડિત પરિવાર સામે વ્યાજખોરોએ બિન્દાસ રીતે પિસ્તોલ કાઢીને પરિવારને ડરાવ્યો હતો. વ્યાજખોરે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડ્યા હતા.
બિન્દાસ રીતે પિસ્તોલ કાઢીને પરિવારને ડરાવ્યો
આ ઘટના બાદ પીડિત પરિવાર ડઘાઈ ગયો હતો. જો કે પીડિત પરિવાર વ્યાજખોરની પિસ્તોલ આંચકી લઈ પોલીસને જાણ કરી હતી, પોલીસે વ્યાજખોર અમિત ડાભીની અટકાયત કરી હતી.
પોલીસે વ્યાજખોરનું કાઢ્યું જાહેરમાં સરઘસ
સુરેન્દ્રનગરમાં વ્યાજની પઠાણી ઉઘરાણ માટે પીડિત પરિવારને પિસ્તોલ દેખાડી ધમકાવનાર આરોપીની જાહેરમાં સરભરા કરવામાં આવી.






