મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: સહકાર મેઈન રોડ પર થયેલી યુવાનની કરપીણ હત્યાનું રહસ્ય આવ્યું સામે, જાણો શું હતો સમગ્ર મામલો

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટના સહકાર મેઈન રોડ પર થયેલી હત્યાના

Rajkot news: સહકાર મેઈન રોડ પર થયેલી યુવાનની કરપીણ હત્યાનું રહસ્ય આવ્યું સામે, જાણો શું હતો સમગ્ર મામલો

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટના સહકાર મેઈન રોડ પર થયેલી હત્યાના મામલે પોલીસે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. 40 વર્ષીય સાવન રમણીકગીરી  ગોસ્વામીની છરીના 17 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

હત્યા પ્રેમ સંબંધને લઈ કરવામાં આવી 

તપાસમાં ખુલ્યું છે કે હત્યા પ્રેમ સંબંધને લઈ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં સાવનની પ્રેમિકા વર્ષા દાતી અને તેના પૂર્વ લિવ-ઇન પાર્ટનર દર્શન ચૌહાણની ધરપકડ કરી છે. મરણજનાર અને આરોપી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો અને અગાઉ ઝઘડાના મામલે સાવનની ધરપકડ પણ થઈ હતી.

આ સમાચાર શેર કરો