મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પોલીસની મળેલી ટ્રેનિંગ ફેશન ડિઝાઈનર માટે બની વરદાન, બેભાન થયેલી યુવતીને કોન્સ્ટેબલે આપી પ્રાથમિક સારવાર

સુરત સહિત સમગ્ર રાજ્યમાં પોલીસના જવાનોને મેડિકલ ઈમરજન્સી વખતે નિભાવવાની પ્રાથમિક તાલિમ આપવામાં આવી હતી.

સુરતમાં પોલીસની મળેલી ટ્રેનિંગ ફેશન ડિઝાઈનર માટે બની વરદાન, બેભાન થયેલી યુવતીને કોન્સ્ટેબલે આપી પ્રાથમિક સારવાર

સુરત સહિત સમગ્ર રાજ્યમાં પોલીસના જવાનોને મેડિકલ ઈમરજન્સી વખતે નિભાવવાની પ્રાથમિક તાલિમ આપવામાં આવી હતી. સારોલી વિસ્તારમાં બેભાન થયેલી યુવતીને પોલીસ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફે પ્રાથમિક સારવાર આપીને જીવ બચાવ્યો હતો. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવા માટે હોસ્પિટલ ખસેડી હતી.

હોસ્પિટલ ખસેડાઈ

સારોલી વિસ્તાર ફેશન ડિઝાઈનિંગની જોબ કરતી યુવતી વોક માટે નીકળી હતી. આ દરમિયાન રસ્તા પર બેભાન થઈ ગઈ હતી. જેથી આ ઘટનાને જોઈને ફરજ બજાવતા કોનસ્ટેબલ મેરાગ દેસાઈ અને ટીઆરબી જવાનો દોડી ગયા હતા. બાદમાં યુવતીને પ્રાથમિક સારવાર આપી હતી. જેથી યુવતી ભાનમા આવી ગઈ હતી. તેથી 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

ટ્રેનિંગ કામમા આવી

સુરત પોલીસને આપવામાં આવેલી પ્રાથમિક સારવારની તાલીમ ખૂબ જ કામ લાગી હતી અને યુવતીને પ્રાથમિક સારવાર આપી ભાનમાં લાવવામાં આવી હતી, જેમાં પોલીસ કોન્સ્ટેબલ મેરગભાઈ દેસાઈ, TRB જવાન રોહન, TRB જવાન કૃણાલ , ભરત નાજા, પરેશ નાથાભાઈ દ્વારા કામગીરી કરી યુવતીનો જીવ બચાવ્યો હતો.

આ સમાચાર શેર કરો