મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ખાડી પૂર ઓસરતા પાણીમાંથી બહાર નીકળ્યુ પોલીસ સ્ટેશન, ગંદકી અને કાદવના સામ્રાજ્ય વચ્ચે કામકાજ શરૂ

સુરતમાં ત્રણ દિવસ વરસેલા અનરાધાર વરસાદમાં ખાડીઓ કાંઠા ઓળંગીને ઓવરફ્લો થઈ હતી. ખાસ કરીને સીમાડા ખાડીના પાણી નીચાણવા

સુરતમાં ખાડી પૂર ઓસરતા પાણીમાંથી બહાર નીકળ્યુ પોલીસ સ્ટેશન, ગંદકી અને કાદવના સામ્રાજ્ય વચ્ચે કામકાજ શરૂ

સુરતમાં ત્રણ દિવસ વરસેલા અનરાધાર વરસાદમાં ખાડીઓ કાંઠા ઓળંગીને ઓવરફ્લો થઈ હતી. ખાસ કરીને સીમાડા ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હતા. જેથી ખાડીના ગંદા પાણી સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ભરાઈ ગયા હતા. આજે વરસાદે વિરામ લેતા પોલીસ સ્ટેશનમાં કામકાજ શરૂ થયું હતું.

કર્મચારીઓને હાલાકી

સીમાડા ખાડીના પાણીમાં ડૂબેલા સરથાણા પોલીસ સ્ટેશનમાંથી આજે પાણી ઓસર્યા હતા. જેના કારણે ખાડીના ગંદા અને કાદવયુક્ત પાણી વચ્ચે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પોલીસ કર્મચારીઓએ જરૂરી કાગળ સહિતની ચીજ વસ્તુઓ ખુરશી પર મૂકીને કામકાજ શરૂ કર્યો હતો.

સફાઈ હાથ ધરાઈ

સરથાણા પોલીસ સ્ટેશનમાં કાદવ ભરાઈ ગયો હતો. આ પોલીસ સ્ટેશન ભાડાની જગ્યા પર ટેમ્પરરી સ્ટ્રક્ચર સાથે ચાલી રહ્યું છે. ત્યારે કાયમી નોકરી કરતા પોલીસ કર્મચારીઓને ગંદકી અને કાદવ વચ્ચે પણ કામ કરવાની ફરજ પડી હતી. આજે પાણી ઉતરતા પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો