મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાણંદની હાઈપ્રોફાઈલ પાર્ટીમાંથી કુલ 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત, બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટરો હતા હાજર

અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેઇડ કરીને એક નિર્વાણા ગ્રી

તસવીર: GSTV

અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેઇડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે.  મહત્વનું છે કે, પોલીસ આ રેઇડ અંગે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

હાઈ પ્રોફાઈલ દારૂ- હુક્કા મહેફિલ

25મી એનિવર્સરીને લઈને મહેફિલ યોજાઈ હતી.
11 ટેબલ પર કેક, દારૂ અને હુક્કાની વ્યવસ્થા
અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટરો હાજર રહ્યા 
43 પુરુષો સામે કાયદેસર કાર્યવાહી
38 યુવતતીઓ, 43 યુવકો પાર્ટીમાં હાજર
વિદેશી દારૂની બોટલો કબ્જે
કાચના ગ્લાસ, પાણી-સોડાની બોટલો જપ્ત
મોબાઈલ ફોન અનેલ કારોનો મોટો કાફલો કબ્જે
2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત

80 જેટલાં લોકોની અટકાયત 

સાણંદના ગોરસ સિમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન વિકેન્ડ હોમમાં એક પ્રાઈવેટ બંગલોમાં એક 25મી એનિવર્સરીની પાર્ટીહતી. જેમાં દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું. જે અંગે બાતમી મળતા બોપલ પોલીસની ટીમે રેઇડ કરીને 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરી હતી. આ સાથે જ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  સાણંદના ગોરસ સિમ નજીક એક પ્રાઈવેટ વિકેન્ડ હોમમાં AVની 25મી એનીવર્સરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતાં. અહીં ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 11 જેટલા ટેબલ પર પર કેક, હુક્કો અને દારૂ પીરસવામાં આવ્યો હતો. 

 યુવક અને યુવતીઓમાં અફરાતફરી મચી ગઇ

પોલિસે દરોડા પાડતા જ મહેફિલમાં ભંગ પડ્યો હતો અને ત્યાં હાજર યુવક અને યુવતીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ 80 જેટલા યુવક યુવતીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા.

આ સમાચાર શેર કરો