મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓ-અધિકારીઓએ ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ, કમીશનરે જાહેર કર્યો પરિપત્ર

Ahmedabad News : અમદાવાદ શહેરમાં હવે પોલીસ કર્મચારીઓ, અધિકારીઓએ અને સિવિલિ

અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓ-અધિકારીઓએ ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ, કમીશનરે જાહેર કર્યો પરિપત્ર

Ahmedabad News :  અમદાવાદ શહેરમાં હવે  પોલીસ કર્મચારીઓ, અધિકારીઓએ અને સિવિલિયન કર્મચારીઓએ ટુ-વ્હીલર વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં લખ્યું છે કે શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેમની નીચેનો સ્ટાફ  ટુ-વ્હીલર વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરે છે કે નહીં તેની યોગ્ય ચકાસણી કરવાની રહેશે. આ સાથે પરિપત્રમાં કહેવાયું છે કે  ટુ-વ્હીલર વાહન ચલાવી પોલીસ કમિશનરની કચેરીએ હેલ્મેટ પહેર્યા વગર આવનાર પોલીસ કર્મચારીને કમિશનર કચેરીમાં પ્રવેશ નહીં મળે.

આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફીકના કારણે અકસ્માતના બનાવો બને છે અને ઘણાખરા અકસ્માતોમાં માણસોના મૃત્યુ પણ નિપજે છે. NCRB દ્રારા પબ્લીશ થયેલ વર્ષ 2022ના રોડ એક્સીડન્ટના ડેટા મુજબ ભારતમાં કુલ 1,71,100વ્યકિતઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયા છે,  જે પૈકી 77,876 એટલે કે 45.51% મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયા છે.

ગુજરાતમાં 2022માં કુલ 7634 માણસોના રોડ અકસ્માતમાં મૃત્યુ થયા છે, જે પૈકી 3754એટલે કે 49.17% મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે. જેનુ મુખ્ય કારણ હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુ થયા છે. કોઈના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો આખો પરિવાર વિખરાય જાય છે. 

મોટર વ્હિકલ એકટ-1988ની કલમ 129 તેમજ ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ-193 મુજબ મોટર સાયકલ ચાલકે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. જેથી પોલીસ દ્વારા સૌથી પહેલા સ્વયં આ કાયદાનું પાલન કરવુ જરૂરી છે. કાયદાકીય નિયમ મુજબ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)ના માપદંડ મુજબનું હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. જેથી અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતાં તમામ પોલીસ અધિકારી/ કર્મચારી/સિવિલિયન સ્ટાફે ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અને સૂચનોનું પાલન કરવું જરૂરી છે.

જુઓ આ પરિપત્ર : 

OfficeOrder-29-2024pdf_awuywBSG1729251404.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો