VIDEO: Suratના તાપી રિવરફ્રન્ટને અસામાજિક તત્ત્વોથી મુક્ત કરાવવા પ્રયાસ, પોલીસે ડ્રોનથી કર્યુ પેટ્રોલિંગ
સુરતના તાપી રિવરફ્રન્ટને અસામાજિક તત્વોના અડ્ડામાંથી મુક્ત કરવા અને સ્થાનિક નાગરિકો માટે સલામત તથ
સુરતના તાપી રિવરફ્રન્ટને અસામાજિક તત્વોના અડ્ડામાંથી મુક્ત કરવા અને સ્થાનિક નાગરિકો માટે સલામત તથા સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરત પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદ લીધી છે. DCP ઝોન 4 સ્ક્વોડ દ્વારા તાપી નદી કિનારે આવેલા 4 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ વિસ્તારમાં ડ્રોન દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.તાપી રિવરફ્રન્ટ, જે કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે, તે શહેરના સૌંદર્યમાં વધારો કરે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી અહીં અસામાજિક તત્વોની હાજરી નોંધપાત્ર રીતે વધી ગઈ હતી, જેના કારણે સ્થાનિક લોકો અને ખાસ કરીને યુવતીઓ અહીં આવતા અચકાતા હતા. ઝાડીઓની આડમાં બેસીને આવા તત્વો વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોવાની ફરિયાદો પણ પોલીસને મળી હતી.



