મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાન-માવા ખાનારા સાવધાન! Suratમાં નકલી તમાકુ બનાવવાનું કારખાનું ઝડપાયું 

સુરતના વરાછા વિસ્તારમાંથી નકલી તમાકુ બનાવતું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. DCP ઝોન 1ની ટીમે ગુપ્ત બાતમીના

સુરતના વરાછા વિસ્તારમાંથી નકલી તમાકુ બનાવતું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. DCP ઝોન 1ની ટીમે ગુપ્ત બાતમીના આધારે રેડ કરી અને નકલી તમાકુ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું.દરોડા દરમિયાન મોટાપાયે નકલી તમાકુ અને પેકિંગ માટેના મશીનો મળી આવ્યા છે. કારખાનામાંથી બાગબાન બ્રાન્ડના નકલી તમાકુનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસે એ પણ જાણવા મળ્યું કે આ તમાકુ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચાણ માટે મોકલવામાં આવતો હતો. દરોડાની ઘટના વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પ્રકારની નકલી અને કૅન્સરજનિક વસ્તુઓ માત્ર લોકોને તાત્કાલિક નહીં, પણ લાંબા ગાળે ગંભીર નુકશાન પહોંચાડી શકે છે.લાખોનો મુદ્દામાલ કબ્જે કરાઈ, કારખાનાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો