મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કડી: નાસતા ફરતા આરોપીને પોલીસે સહારા ગેસ્ટહાઉસ પાસેથી દબોચ્યો, હાલ જેલના સળિયા પાછળ

મહેસાણામાં ઘરફોડ ચોરી, લુંટ ,ધાડ પાડુઓ પર પોલીસે ગાળ્યો સકંજ્યો છે. જેમાં નાસતા ફરતા આરોપીએને ઝડ

કડી: નાસતા ફરતા આરોપીને પોલીસે સહારા ગેસ્ટહાઉસ પાસેથી દબોચ્યો, હાલ જેલના સળિયા પાછળ

મહેસાણામાં ઘરફોડ ચોરી, લુંટ ,ધાડ પાડુઓ પર પોલીસે ગાળ્યો સકંજ્યો છે. જેમાં નાસતા ફરતા આરોપીએને ઝડપવા માટે પોલીસે અલગ અલગ ટીમોની રચના કરી છે. પોલીસે નાસતા ફરતા આરોપીઓ પર વોચ રાખવા માટે સ્કોવડ અને પેટ્રોલિંગ ટીમો એક્ટિવ કરી છે. કડી પોલીસને રીઢા ગુનેગારને ઝડપવામાં સફળતા મળી છે.

નાસતો ફરતો આરોપી અલ્ફાજ ઉર્ફે મકો યુસુફને કડી પાસે દબોચ્યો

ટાઉનમાં પેટ્રોલિંગ કરતી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે નાસતો ફરતો આરોપી અલ્ફાજ ઉર્ફે મકો યુસુફ કડીના સહારા ગેસ્ટહાઉસ પાસે ફરી રહ્યો છે, ત્યારે બાતમીના આધારે પોલીસે કોર્ડન કરીને આરોપીને દબોચવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી કરી હતી.

આ સમાચાર શેર કરો