મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: નરોડામાં વાહનોમાં તોડફોડ કરનાર 7 શખ્સોને પોલીસે દબોચ્યા, કુખ્યાત ધમા બારડ ફરાર

અમદાવાદના નરોડામાં અસમાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. અસામાજિક તત્વોના આતંક મામલે તપાસ હાથ ધર

અમદાવાદ: નરોડામાં વાહનોમાં તોડફોડ કરનાર 7 શખ્સોને પોલીસે દબોચ્યા, કુખ્યાત ધમા બારડ ફરાર

અમદાવાદના નરોડામાં અસમાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો.  અસામાજિક તત્વોના આતંક મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.  જેમાં જાહેરમાં વાહનોમાં તોડફોડ કરનાર શખ્સો ઝડપાયા હતા.ગુનામાં સામેલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. લુખાતત્વોને પોલીસે દબોચીને આગળની કાર્યવાહી કરી હતી.

ગુનામાં સામેલ 7 આરોપીઓની ધરપકડ

અજીતસિંહ રાઠોડ, કુલદિપ શર્માની ધરપકડ કરાઈ આ સાથે જ  વિશાલ સોલંકી, સિધ્ધરાજ સોલંકી પર સકંજો કસાયો હતો તો બીજી બાજુ ધનશ્યામ રાઠોડ, બ્રિજેસ પટેલની સાથે રોશન સકસેનાની પણ ધરપકડ કરાઈ હતી.

ધમા બારડ હજુ પણ પોલીસ પકડથી દૂર

જો કે હજી કુખ્યાત ધમા બારડ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાની વાત સામે આવી છે. ધમા બારડને દબોટા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

આ સમાચાર શેર કરો