સુરતમાં ગેરપ્રવૃતિઓ રોકવા દરોડા, આઈસ્ક્રિમ પાર્લર પર પોલીસ-પાલિકાએ હાથ ધર્યુ ચેકીંગ
સુરતમાં થોડા સમય અગાઉ આઈસ્ક્રિમની લારીઓની આડમાં ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાનું સામે આવ્યું હ

સુરતમાં થોડા સમય અગાઉ આઈસ્ક્રિમની લારીઓની આડમાં ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ પ્રકારની કોઈપણ ગેરપ્રવૃતિઓ ન થાય તે માટે પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા યુવાનોના હોટ ફેવરિય આઈસ્ક્રિમ પાર્લર પર રેડ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતાં.
પાર્લર પર ચેકિંગ
પોલીસ કમિશ્નરની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરત શહેર SOGના અધિકારી/કર્મચારીઓ તથા SMC ફૂડ ઈન્સ્પેકટરની અલગ અલગ ટીમ બનાવાઈ હતી. યુવાઓમાં પ્રચલિત એવા ઉમરા પાર્લે પોઈન્ટ તથા પાલ વિસ્તારમાં આવેલ “નેચરલ આઈસ્ક્રીમ”, “સિધ્ધી આઈસ્કીમ” તથા “બાસ્કીન રોબિન આઈસ્કીમ” ખાતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે સારૂ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.
સરપ્રાઈઝ ચેકિંગ
સુરત શહેર એસ.ઓ.જી પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ તથા રેઇડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે. કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોવાનું જણાય આવ્યેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.






