મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં ફરજ પર બેદરકારી દાખવવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો

છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરનું તંત્ર જાણે ઉંઘમાંથી સફાળું જાગી ગયું હોય તેમ તમામ વિભાગોમાં આક્રમ

રાજકોટમાં ફરજ પર બેદરકારી દાખવવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો

છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરનું તંત્ર જાણે ઉંઘમાંથી સફાળું જાગી ગયું હોય તેમ તમામ વિભાગોમાં આક્રમક રુપે કાર્યવાહી કરી રહ્યું હોય તેમ વર્તાઈ રહ્યું છે. ચાહે તે સામાન્ય નાગરિક હોય કે વગદાર કર્મચારી તંત્રએ તમામ ખોટી પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. એવામાં રાજકોટ જિલ્લામાં પોલીસ વડા હિમકરસિંહે કાર્યવાહી કરી છે.

રાજકોટ જિલ્લામાં ભાયાવદર પોલીસ મથકના પીઆઇ બી.ડી.મજિઠીયાને તેમની ફરજ દરમિયાન બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાયાવદરમાં LCB ની રેડમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાયો હતો. આ બનાવમાં ભાયાવદર પીઆઇ બી.ડી.મજિઠીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો