થર્ટી ફર્સ્ટ અગાઉ પોલીસ એકશન મોડમાં, સુરતમાં પાસા હેઠળ પકડાયેલા ઈસમોની ઓળખ પરેડ
સુરત પોલીસ 31 ફર્સ્ટને લઈ એક્શનમા આવી ગઈ છે. ગુનેગારો સામે ગાળિયો કસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમ

સુરત પોલીસ 31 ફર્સ્ટને લઈ એક્શનમા આવી ગઈ છે. ગુનેગારો સામે ગાળિયો કસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં પાસામાં ગયેલા ઈસમોનો ઓળખ પરેડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અધ્યક્ષમાં ઓળખ પરેડ યોજાઈ હતી. શહેરમાંથી 500થી વધુ ઈસમોને એકી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કર્યા છે.
અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલાની પરેડ
અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઈસમોને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બોલાવ્યા હતાં. અલગ અલગ ગુનામાં પાસામાં આ ઈસમો મોકલ્યા હતા. ફરી શહેરમાં ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસ દ્વારા ઓળખ પરેડ કરી કડક સૂચના આપવામાં આવી હતી. વારંવાર ગુનાને અંજામ આપનાર ઈસમોને સામે પોલીસ કાર્યવાહી કરશે.
થર્ટી ફર્સ્ટે બંદોબસ્ત રહેશે ચુસ્ત
31 ફર્સ્ટને લઈને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત રહેશે તેમ કહેતા પોલીસ કમિશનરે કહ્યું કે, આશરે ચાર હજાર પોલીસ જવાનો, એસઆરપી રેગ્યુલેટ ચાર કંપની, હોમગાર્ડ 970, અને ટી.આર.બી જવાન 550 બંદોબસ્ત ઉપસ્થિત રહેશે. 31 ફર્સ્ટને લઈને કાર્યક્રમ સ્થળ પર મહિલા શી ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. શહેરના તમામ નાકા ઉપર પોલીસ દ્વારા બ્રેક એનેલાઇઝર મશીનથી ચેકિંગ પણ કરવામાં આવશે. સાથે જ સુરત પોલીસની ટીમ દ્વારા ડ્રગ્સ કીટ સાથે રાખી નશો કરતા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં જન્મદિવસની ઉજવણી અથવા, જાહેર રોડ પર સ્ટંટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 31ફર્સ્ટના આયોજન સ્થળ પર કેમેરા અને એક્ઝિટ ગેટ પર પોતાના બાઉન્સરો રાખવા માટે સૂચન કરવામાં આવ્યા છે. જો પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે.








