Ahmedabad News: સાબરમતી જેલમાં કેદીનું મોત, જેલ કર્મચારી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
જેલમાં ભરણપોષણના કેસમાં સજા ભોગવતા કેદી અજય પરમારનું મોત થતાં જેલ કર્મચાર

જેલમાં ભરણપોષણના કેસમાં સજા ભોગવતા કેદી અજય પરમારનું મોત થતાં જેલ કર્મચારી વિરુદ્ધ રાણીપ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે 26 મે 2024ના રોજ તબિયત લથડતાં અજયને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર 26 ઈજાઓ અને મારના નિશાન જોવા મળ્યા, જે માર મારતાં મોત થયા હોવાનો આરોપ છે.
ઘરેલુ કોર્ટમાં અજયની પત્નીની ફરિયાદ પર કોર્ટે આદેશ કર્યો હોવા છતાં 1 લાખ 75 હજાર રૂપિયાનું ભરણપોષણ ન ચૂકવતાં 35 માસની સજા ફટકારવામાં આવી હતી. મૃતક અજય પરમારનો પીએમ રિપોર્ટ આવતા માર મારતા મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. તેના શરીર પર મારના નિશાન જોવા મળ્યા હતા. બીમારીના નામે જેલના કર્મચારીઓએ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો. જેને પગલે ફરજ પર હાજર જેલ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અજય પરમારના મોત કેસમાં રાણીપ પોલીસે તપાસ શરૂ કરી છે.




