અમદાવાદ પોલીસ કમિશ્નરની PASA હેઠળ ઐતિહાસિક કાર્યવાહી, આજે 20 સહિત એક વર્ષમાં 846ને પાસામાં ધકેલ્યાં
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર IPS જી.એસ. મલિકને અમદાવાદ પોલીસ કમિશ્નરનો ચાર

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર IPS જી.એસ. મલિકને અમદાવાદ પોલીસ કમિશ્નરનો ચાર્જ સાંભળ્યાને આજે 28-11-2024ના રોજ એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં તેમણે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરી છે.
આજે 20 સહિત એક વર્ષમાં 846ને પાસામાં ધકેલ્યાં
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર IPS જી.એસ. મલિકનો આજે એક વર્ષ પૂર્ણ થવાના છેલ્લા દિવસે આજે 28-11-2024ના રોજ 20 સહિત આખા વર્ષમાં કુલ 846 આરોપીઓ સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. PASA હેઠળ કરવામાં આવેલી આ ઐતિહાસિક કાર્યવાહી છે, જેના કારણે ગુનેગારોમાં ભય ફેલાયો છે અને અનેક ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
શહેર પોલીસ કમિશ્નર IPS જી.એસ. મલિકે એક વર્ષમાં PASA હેઠળ કરેલી કાર્યવાહીની વિગત આ મુજબ છે :
શહેરમાં વધતી ગુન્હાખોરીને ડામવા ટાસ્ક ફોર્સની રચના
અમદાવાદ શહેરમાં વધતા જતા ગુનાઓને કાબુમાં લેવા ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા વધતી ગુનાખોરી અટકાવવા ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે.
ટાસ્ક ફોર્સને લઈને દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે. ગુન્હાખોરીને રોકવા, ક્રિમિનલ કેસ સોલ્વ કરવા અને નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત અનેક એપ બનાવવામાં આવી છે. પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનો AI થી ડેટા રાખવામાં આવ્યો છે. હવે કોઈ ઘટનાને ઉકેલવામાં પોલીસને પહેલા કરતા વધુ સરળતા થઈ શકે છે.
પોલીસની SHE ટીમને પણ સિનિયર સિટિઝનના રેગ્યુલર સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે. ટાસ્ક ફોર્સને લઈને શહેર પોલીસ દ્વારા સિનિયર સિટિઝનને પણ સુરક્ષા એપનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવશે.
અમદાવાદ શહેર પોલીસના ઈન્ચાર્જ CP અજય કુમાર ચૌધરીએ Task Forceની રચના કરી છે. IPS અજય કુમાર ચૌધરી ટાસ્ક ફોર્સનું સુપરવિઝન કરશે. DCP રવિ મોહન સૈનિક ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે. ટાસ્ક ફોર્સમાં 13 અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટાસ્ક ફોર્સમાં ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. દર 15 દિવસે ટાસ્ક ફોર્સ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.








