મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચાર્જ સંભાળ્યા બાદ ગંભીર ગુનાઓમાં 22.3 ટકાનો ઘટાડો : પોલીસ કમિશનર મલિકનો દાવો

ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજાશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્

ચાર્જ સંભાળ્યા બાદ ગંભીર ગુનાઓમાં 22.3 ટકાનો ઘટાડો : પોલીસ કમિશનર મલિકનો દાવો

ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજાશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનર સેક્ટરના અધિકારી, શહેરના 7 ઝોનના DCP, ACP સહિત તમામ પોલીસ સ્ટેશના પીઆઈ હાજર રહ્યાં હતાં. 

પંડિત દિનદયાલ ઓડિટોરિયમ હોલ ખાતે અમદાવાદ શહેરની ક્રાઇમ કોન્ફરન્સનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેરમાં કઈ રીતે ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે અને કઈ રીતે પોલીસે કામગીરી સુધારવી તે અંગેની ચર્ચા થઈ હતી. તેમજ આગામી લોકસભા ચૂંટણીની સમીક્ષા કરવામાં આવી હતી. 

ચોરીમાં 26 ટકાનો ઘટાડો થયો હોવાનો દાવો

તેમજ  પોલીસ કમિશનર જી. એસ. મલિકે ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો હતો કે, ગંભીર ગુનાઓમાં 22.3 ટકાનો ઘટાડો થયો છે. તેમણે 31 જુલાઈ 2023ના નવા શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ પ્રકારની ગુનાખોરીના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે. ચોરીમાં 26 ટકાનો ઘટાડો થયો હોવાનો દાવો કર્યો હતો.

આ સમાચાર શેર કરો