રાજ્યભરમાં પોલીસનું કોમ્બિંગ, અસામાજિક તત્વોને કરાયા રાઉન્ડઅપ; લોકોએ કહ્યું ‘2-4 દિવસ આવું ચાલશે..’
રાજ્યના ગૃહ વિભાગ અને રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ રાજ્યના તમામમાં જિલ્લા અને મહાનગરોમાં અસા

રાજ્યના ગૃહ વિભાગ અને રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ રાજ્યના તમામમાં જિલ્લા અને મહાનગરોમાં અસામાજિક તત્વોને પકડીને ગુનાખોરી રોકવાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે તો ક્યાંક ડંડાવાળી કરીને કાયદામાં રહેવા કહેવાયું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કામગીરીમાં ઠાગાઠૈયા જોવા મળી રહ્યા છે. ગત વર્ષે રથયાત્રા દરમિયાન બનાવેલા ટપોરીઓના લિસ્ટ મુજબ ક્રાઈમ બ્રાન્ચે કામગીરી કરી બતાવી સંતોષ માન્યો હતો. છેલ્લા 02 દિવસમાં શહેરના પૂર્વ અમદાવામાં 150 ટપોરીઓને ડીટેઈન કરીને વાહવાહી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની આ હાસ્યાસ્પદ કામગીરી કરી હોવાની પોલીસ બેડામાં ભારે ચર્ચા થઇ રહી છે.
તો બીજી તરફ એક્શનના નામે ગ્રાઉન્ડ ઉપર ઉતરેલી અમદાવાદ પોલીસ અલગ અલગ વિસ્તારોમાં અસામાજિક તત્વોને તેમના જ વિસ્તારમાં મુર્ગા બનાવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અસામાજિક તત્વોના ઘરે પહોંચી રહી છે અને તપાસ કરી રહી છે. મોટી સંખ્યામાં અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરાયા છે.
જો કે આ મામલે લોકોના મંતવ્યો GSTVએ જાણવાનો પ્રયત્ન કરતા જવાબ મળ્યા હતા કે, ‘આ થોડા દિવસ ચાલશે પછી હતું એમનું એમ.’ બીજા એક પ્રતિભાવમાં જાણવા મળ્યું હતું કે, ‘ડ્રાય સ્ટેટમાં આરામથી દારૂ મળે છે એટલે વિચારો કામગીરી કેવી હશે!’
અમદાવાદ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વોને નાથવા તૈયાર કરાયું લિસ્ટ
અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં અગાઉ ગુનાખોરી આચરેલ લોકોનો ડેટા એક્ત્ર કરાયો છે. શહેરમાં અગાઉ એક્ટિવ ગેંગના લોકોના નામ પણ પોલીસ ડેટામાં સર્ચ કરવામાં આવી રહ્યા છે. અગાઉ કેટલી ગેંગો ગુના આચરી ચૂકી છે તેમાથી અત્યારે કેટલી ગેંગો એક્ટીવ છે તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. જીએસટીવી પાસે ભૂતકાળમાં એક્ટિવ ગેંગ તેમજ ગેંગોના ગુનેગારોના નામની માહિતી આવી છે.
અમદાવાદ શહેરમાં ગેંગોની માહિતી
- લાકડાં ગેંગ (અમરાઈવાડી, ખોખરા)
- ગુનાઓ: મારામારી, અપહરણ, લૂંટ, ખંડણી, ખૂન, ખૂનની કોશિશ
- સભ્યો: યોગેશ દદા, હાર્દિક મોદી, અરુણ ચૌહાન, અર્જુન મદ્રાસી,
- કપ્તાન ગેંગ (અમરાઈવાડી)
- મુખ્ય સભ્યો: કપ્તાન @ લપસો, દતારાય, રાજકુમાર, પુતથુન, રમેશ
- સચિન રાજપૂત ગેંગ
- મુખ્ય સભ્યો: સચિન, લલવો, હિતેશ પકોડી
- કલ્લુ ગેંગ
- મુખ્ય સભ્યો: કલ્લુ તોમર, પૂનમ ધોબી
- મારવાડી ગેંગ
- મુખ્ય સભ્યો: ચકો બારોટ, રાજુ મારવાડી, પરેશ મારવાડી,
- સત્યા ગેંગ
- મુખ્ય સભ્યો: સતિષ ઉપાધ્યાય, મનોજ ઉપાધ્યાય, અર્જુન અને અન્ય 5
- વાડિયારી ગેંગ
- મુખ્ય સભ્યો: ડેની, સાગર રાઠોડ (on parole), રાહુલ રાઠોડ, અન્ય 8-10
- કાચિંડા ગેંગ
- ગુનાઓ: મારામારી, કબજા મેટર, વ્યાજ ખોરી
- મુખ્ય સભ્યો: બબલુ @ કાચિંડો, સુનિલ @ કાચિંડો, રવી અને અન્ય 4-6
- ગુલાબનગર ગેંગ
- મુખ્ય સભ્યો: અમિત દુબે, મદન, માયા, કિરીટભાવું, ક્રિષ્ના, પંડિત
- ચોરસિયા ગેંગ (નાગરવેલ)
- મુખ્ય સભ્યો: કલ્લુ, રોહિત ચોરસિયા, કલ્લુ
- અર્જુન ગેંગ
- મુખ્ય સભ્યો: અર્જુન પરમાર, હિતેશ પરમાર અને અન્ય 10
- આશિષ રબારી ગેંગ
- ગુનાઓ: મારામારી, કોલ સેન્ટર, ખંડણી, ખૂન, ખૂનની કોશિશ
- મુખ્ય સભ્યો: આશિષ, કનુ વણઝારા
- અજિત ગેંગ (કેવડાવાળી, સુરેલીયા)
- મુખ્ય સભ્યો: અજિત વાઘેલા, અક્ષય ભુરીયો, કાનીયો અને અન્ય 5-6
- તાતિયાં ગેંગ (ખોખરા)
- ગુનાઓ: મારામારી, અપહરણ, લૂંટ, જમીન કબજા, ખંડણી, ખૂન, ખૂનની કોશિશ, કોલ સેન્ટર
- મુખ્ય સભ્યો: કરમણ રબારી, સંજય રબારી અને તેના ભાઈઓ
- મદ્રાસી ગેંગ અને ઘેટીયા ગેંગ (ખોખરા)
- મુખ્ય સભ્યો: જગન મદ્રાસી અને તેના છોકરા, શિવા મુદ્દાલિયાર (હાલ જુહાપુરા), ઘેટીયો (એન્કાઉન્ટર), રાહુલ ભીલ, બળેલાલ, છોટેલાલ, શીતલ
- દાદુ ગેંગ (ખોખરા)
- ગુનાઓ: મારામારી, ખૂન, ખૂનની કોશિશ, આર્મ્સ
- મુખ્ય સભ્યો: દાદુભા, ચકો, રાહુલ ભીલ અને અન્ય 4-5
- મણિનગર ગેંગ (ખોખરા)
- (ગેંગના નામ ઉપલબ્ધ નથી)
- કલ્લા ગેંગ (અનુપમ વિસ્તાર, હાલ ચાંદખેડા)
- મુખ્ય સભ્યો: અરુલ દુબે અને અન્ય
- મેંબલા ગેંગ (CTM, રામોલ)
- ગુનાઓ: દાદાગીરી, ગાડીના ભરણ, ડીઝલ ચોરી, મારામારી, કોલ સેન્ટર
- મુખ્ય સભ્યો: સંજય ભદોરિયા @ મેંબલૉ, કનુ ભરવાડ, ગૌરવ ચૌહાણ, સૌરભ ચૌહાણ, કુણાલ બારોટ
- સીલુ ગેંગ (એક્સપ્રેસ હાઇવે, ખોખરા)
- ગુનાઓ: શરીર સબાંધી ગુના, પોલીસ ઉપર એસોલ્ટ
- મુખ્ય સભ્યો: સીલુ ખટીક, સોનુ ખટીક અને અન્ય
- બાસી ગેંગ (રખિયાલ)
- ગુનાઓ: મારામારી, ખૂન, ખૂનની કોશિશ, જમીન કબજા, પોલીસ ઉઘરાણું, ગેમ્બલિંગ
- મુખ્ય સભ્યો: અલ્તાફ બાસી, બીજો અલ્તાફ અને અન્ય 10
- ફ્રેકચર ગેંગ (નિકોલ)
- મુખ્ય સભ્યો: રાહુલ ચૌહાણ, જીતુ ચૌહાણ અને અન્ય
- હરિન્દર કાળીયો ગેંગ (નિકોલ, કૃષ્ણનગર, બાપુનગર, ઓઢવ)
- મુખ્ય સભ્યો: હરિન્દર કાળીયો, મોન્ટુ, સની રાય, કંચો અને અન્ય 10
પ્રમુખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય ગેંગો:
- અમરાઈવાડી, ખોખરા: લાકડા ગેંગ, કપ્તાન ગેંગ, કાચિંડા ગેંગ, મારવાડી ગેંગ
- રામોલ, ઓઢવ, નિકોલ: ફ્રેકચર ગેંગ
- CTM, રામોલ: મેંબલા ગેંગ
- એક્સપ્રેસ હાઇવે, ખોખરા: સીલુ ગેંગ
- રખિયાલ: બાસી ગેંગ








