મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબી: પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે પોલીસે આરોપીની કરી ધરપકડ, હથિયાર સાથે ફરતો હતો શખ્સ જાહેરમાં

રાજ્યના વિવિધ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટફાટ, હથિયાર, હત્યાની ઘટનાઓ સતત સામે આવતી રહેતી

મોરબી: પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે પોલીસે આરોપીની કરી ધરપકડ, હથિયાર સાથે ફરતો હતો શખ્સ જાહેરમાં

રાજ્યના વિવિધ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટફાટ, હથિયાર, હત્યાની ઘટનાઓ સતત સામે આવતી રહેતી હોય છે. ત્યારે આ વચ્ચે મોરબીમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો છે.  મળતા અહેવાલ પ્રમાણે મોરબીમાંથી  પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે એક આરોપીને   બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.

બી ડિવિઝન પોલીસે શખ્સ પાસેથી એક પિસ્તોલ અને બે કાર્ટીસ કર્યા જપ્ત

મોરબીના વિશિપરા વિસ્તારમાંથી  બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ એક પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ફરી રહ્યો છે. મોરબીની બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ વર્તણુંક જણાતા શખ્સની તપાસ કરી હતી. પોલીસ તપાસ દરમ્યાન શખ્સ પાસેથી પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ જપ્ત કર્યા હતા.

આ પણ વાંચો: સરકારી લાભ મેળવવા ભાજપના નેતા બન્યા બોગસ ખેડૂત! પાર્ટીના નેતાઓ જ પડ્યા સામે

શખ્સની ઓળખ સદ્દામ કટિયા તરીકે થઈ

આ શખ્સની ઓળખ સદ્દામ કટિયા તરીકે થઈ હતી. બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ શખ્સ આ હથિયાર શા માટે લાવ્યો હતો.

આ સમાચાર શેર કરો